ચેક કાગળ પરનું ‘ચેક-મેટ’ છે !!!
લોકોને સહેજ પણ ગંભીરતા નથી જેના પગલે ચેકની જે વેલ્યુ થવી જોઈએ તે નથી થતી.
અબતક, નવીદિલ્હી
કહેવાય છે કે કોઈપણ નાણાકીય વ્યવહાર અથવા તો લેવડદેવડમાં જો ચેક આપવામાં આવ્યો હોય તો તેની વિશ્વસનીયતા ખૂબ વધી જતી હોય છે પરંતુ હાલની સ્થિતિએ લોકો છે કે ને સહેજ પણ ગંભીરતાથી ન લેતાં તેની વેલ્યુમાં વધારો થવાની બદલે ઘટાડો થયો છે સામે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરી ચેકની વિશ્વસનીયતા માં વધારો થાય તે માટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ પણ સુરક્ષા માટે ચેક આપવામાં આવેલો હોય અને તે જો બાઉન્સ થાય તો તેના પર 138 એનઆઈ મુજબ ગુનો દાખલ થઈ શકે છે. અત્યાર સુધી લોકો ચેક આપી પોતાની જવાબદારી ભૂલી જતા હતા અને પોતાના બેંક ખાતાને પણ બંધ કરી દેતા હતા ત્યારે હવે જો આ પ્રકારની હોઈ સ્થિતિનું નિર્માણ થશે તે બીપી મા પણ લોકો ઉપર કે જે તે વ્યક્તિ ઉપર ગુનો દાખલ થઈ શકે છે.
દેશની વડી અદાલતે એ વાત ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો કે ભરોસા નું પ્રતિક છે ત્યારે કાયદો પણ કહે છે કે કોઈપણ રીતે ભરોસો જો તોડવામાં આવે તો તેના પર પગલાઓ લેવામાં આવવા જોઈએ ત્યારે ખોટી રીતે આપવામાં આવેલા ચેક માં પણ હવે લોકોએ તે રકમનું ભુગતાન કરવું પડશે. હાલ એ પ્રકારની સ્થિતિ સામે આવે છે કે જ્યારે કોઈ આર્થિક લેવડ દેવડ કરવાની હોય ત્યારે ભરોસા રૂપી લોકો જે આપી દેતા હોય છે અને પોતે કરેલા વાયદાઓ ને પણ તેઓ સતત ભૂલી જતા હોય છે પરિણામે જે તે સંસ્થા અથવા તો વ્યક્તિને નુકશાની વેઠવી પડે છે પરંતુ આ પ્રકારની સ્થિતિ હવે આગામી દિવસોમાં જોવા નહીં મળે અને ખોટી રીતે આપવામાં આવેલા ચેક ઉપર પણ ગુનો દાખલ થઈ શકશે અને જો ચેક બાઉન્સ થાય તો તે ગુનાનો પણ જે તે વ્યક્તિએ ભોગ બનવું પડશે લોન લેતા સમયે અથવા તો મેચ્યોર થાય તે પૂર્વે પણ ચેક ની મહત્વતા સતત વધી ગઈ છે .
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય લેવા સ્પષ્ટ થાય છે કે આવનારા સમયમાં એક નું મહત્વ વધી જશે અને જે ભરોસો ગુમાવવામાં આવ્યો હતો તે પણ ફરી સંપાદિત થઈ શકશે. ત્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલો ચેક તે કોઈપણ પાર્ટી માટેની કટિબદ્ધતા દર્શાવે છે સાથોસાથ કોઈ પણ ચેક કોઈ એક વ્યક્તિને આપવામાં આવ્યો હોય તે વ્યક્તિ પણ ભરોસો પણ મૂકવામાં આવે છે ચેક માત્ર કાગળનો ટુકડો નહીં પરંતુ તે એક જવાબદારી પૂર્વક નું નાણાકીય દસ્તાવેજ છે. કોઈપણ વ્યક્તિએ જો લોન લીધેલી હોય અથવા તો ઉધાર ઉપર રૂપિયા લીધેલા હોય તે સમયે ચેક મારફતે જે પૈસા આપવાનો વિશ્વાસ અને ભરોસો આપવામાં આવતો હોય તે મુખ્યત્વે એક જ આપી શકે છે અને જે તે પાર્ટી ઉપર ભરોસો પણ રાખવામાં આવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ નો ચેક બાઉન્સ થતો હોય ત્યારે તેના ઉપર ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવે છે જે સ્પષ્ટ દેખાડે છે કે ચેક ની મહત્વતા ખૂબ જ વધુ છે અને તેની મહત્ત્વતા ને નકારી પણ નથી શકાતી.