વિવિધ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો: મેડિકલને લગતા સાધનો તથા દવાનું પણ વિનામૂલ્યે વિતરણ
આજરોજ જે.કે. વેલનેસ ફાઉન્ડેશન આયોજીત ભવ્યાતિભવ્ય લોઠડા મુકામે પંચામૃત સેવાયજ્ઞમાં મહારક્ત દાન કેમ્પ, વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ, વેક્સીનેશન કેમ્પ, માસ્ક વિતરણ, ચકલીના માળાઓ, ચણનો કુંડા, પાણીના કુંડા તથા મેડીકલને લગતા સાધનોનું તથા દવાનું વિનામૂલ્યે વિતરણ વિગેરે જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કાર્યક્રમનું દિપપ્રાગટ્ય પ.પૂ. વશીષ્ટનાથજી બાપુ, મહંત ભવનાથ આશ્રમ (ભાયાસર) તેમજ પ.પૂ. ભરતદાસ બાપુ (ધોરાજી) પ.પૂ. ગોવિંદગીરી બાપુ (ખાંડાધાર) તેમજ જે.કે. વેલનેસ ફાઉન્ડેશનના ચેરમેન જે.કે. સરધારા, વાઇસ ચેરમેન સંજય પડારીયા તથા સેક્રેટરી હરેશભાઇ પડારીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમની સાથે બાવાભાઇ સખીયા, રણછોડભાઇ સરધારા, વિનુભાઇ પડારીયા તેમજ સેવાયજ્ઞનાં વોરીયર્સ, હિતેષ નશીત, જતીનભાઇ ગઢીયા, અમિતભાઇ પાદરીયા, પંકજભાઇ ખૂંટ, પ્રિયંકભાઇ ખૂંટ, નિશાંતભાઇ નસીત, વજુભાઇ મારૂ, અમિતભાઇ ખૂંટ, શિવાભાઇ નસીત, બકુલભાઇ જોષી, ખીમરાજભાઇ મારૂ, જતીનભાઇ વાડોદરીયા, કેતનભાઇ સગપરીયા, પાર્થ કાછડીયા, હાર્દિકભાઇ સગપરીયા વગેરેએ ઉ5સ્થિત રહી કાર્યક્રમ ખૂલ્લો મુક્યો હતો.
આ ઉપરાંત આજરોજ સવારથી બ્લડ ડોનેશન કેમ્પ જેમાં 1100 બોટલ રક્ત એકત્ર થવાનો ટાર્ગેટ છે. આ ઉપરાંત વેક્સીનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યાં છે. સર્વરોગ નિદાન કેમ્પમાં સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોની ટીમ સેવા આપી રહી છે. આ ઉપરાંત આજે રાજકોટ શહેરની નામાંકિત સેવાભાવી સંસ્થાઓનું બહુમાન કરાયું છે. આ પંચામૃત સેવાયજ્ઞમાં અનેક મહાનુભાવો, સેવાભાવીઓ ઉ5સ્થિત રહ્યાં હતાં.
બ્લડ ડોનેશન કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો 1100 બોટલનો ટાર્ગેટ: જયંતિલાલ સરધારા
જે.કે. વેલનેસ ફાઉન્ડેશનના લોન્ચીંગ કાર્યક્રમમાં વહેલી સવારથી ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પમાં લોકો ભાગ લઇ રહ્યાં છે. એક જ કલાકમાં 100 બોટલ જેવું બ્લડ એકત્ર થઇ ગયું હતું. સાંજ સુધીમાં 1100 બોટલનો ટાર્ગેટ છે. તમામ બ્લડ ડોનરને જે.કે. ફાઉન્ડેશન દ્વારા વોટર પ્રૂફ ઘડિયાળ આપવામાં આવી હતી. 20 થી વધારે સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. સાથે દવા પણ ફ્રી માં આપવામાં આવી રહી છે.
વેક્સીનેશન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે અને વધારેમાં વધારે વેક્સીનેશન થાય એવી અમારી ભાવના છે. સાથોસાથ 50,000 માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને આ કેમ્પ દ્વારા 10 હજાર માસ્કનું વિતરણ કરવામાં આવશે. સાંજના 4 થી 6ના ફંક્શનમાં અધ્યક્ષ પરસોત્તમ રૂપાલા હાજર રહેશે અને રાજકોટની વિશિષ્ટ 6 સંસ્થાઓનું સન્માન કરવામાં આવશે. જે સામાજીક કાર્યોમાં આગળ હોય છે. જે.કે. ગૃપની મેઇન ઓફિસનું ઓપનીંગ સંતો દ્વારા કરવામાં આવશે અને જે.કે. વેલનેસ ફાઉન્ડેશનનું ઓપનીંગ તમામ રાજકીય મહાનુભાવો દ્વારા કરવામાં આવશે.