અબતક, રાજકોટ
રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર ત્રિલોક પાર્કમાં રહેતા યુવાને દેણુ વધી જતાં ગઈકાલ રાત્રીના સમયે જામનગર રોડ નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ સાધુ વાસવાણી રોડ પર રહેતો અને ફેબ્રીકેશનનું કામ કરતા હિતેશભાઈ કાંતિભાઈ ડોડીયા (ઉ.વ.38)એ જામનગર રોડ પર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પ્ર.નગર પોલીસને થતાં સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો.
પ્રાથમિક પુછતાછમાં જાણવા મળ્યું હતું કે, હિતેષએ પોતાની પુત્રીની આંચકીની બીમારીની સારવાર માટે રૂા.3 લાખ વ્યાજે લીધા હતા. પરંતુ વ્યાજના પૈસે સમયસર ચૂક્વી ન શકવાથી વ્યાજખોરોનો ત્રાસ વધ્યો હતો અને તેઓ તેનું મકાન ખાલી કરાવવા માટે દબાણ કરતા હતાં. જેથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળી હિતેષએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.