પેટ્રોલના ભાવમાં આજે 34 પૈસા અને ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો ઝીંકાયો
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવ વધારાની આગ શાંત થવાનું નામ લેતી નથી. આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. રાજયના અનેક શહેરમાં પેટ્રોલનો ભાવ 110 થી લગોલગ પહોંચી જવા પામ્યો છે. સતત ભાવ વધારાના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. ભાવ વધારાના પાપે મોંધવારીએ માઝા મૂકી છે.
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારોએ આજે હેટ્રીક ફટકારી છે. સતત ત્રીજા દિવસે ભાવમાં વધારો ઝિંકાયો છે આજે ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 34 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિલીટર 38 પૈસાનો વધારો કરાયો છે. આજે રાજકોટમાં આજે પેટ્રોલના ભાવ 104.98 રૂપિયા અને ડીઝલના ભાવ 104.69 રૂપિયાએ આંબી ગયા છે અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત 110 રૂપિયાની લગોલગ પહોંચી ગયા છે.