સોનુ ડાંગર ગેંગનું સાગરીત અને સાવરકુંડલાના દોલતી ગામનો સખ્સ એક વર્ષે બામણબોર પાસેથી પકડાયો
રાજકોટ પોલીસે બામણબોર પાસેથી કારમાંથી દબોચી લીધો, અમરેલી પોલીસને હવાલે કર્યો
રાજકોટતા ૨૮ કચ્છ અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલા બામણબોર ગામ તરફ જવાના માર્ગ પરથી અમરેલી જિલ્લાના સાવરકુંડલા પોલીસ મથકના ચોપડે ગુજસીટોક ના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ અને સાવરકુંડલાના દોલતી ગામ નો વિક્રમ જેતુ ચાંદુ નામના શખ્સને એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે ઝડપી લઇ અમરેલી પોલીસને હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ દિવાળીના પર્વમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા ઝડપાઈ રહે તેવા હેતુથી જુના કરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ એ આપેલી સૂચનાને પગલે એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ જી. એમ.હડીયા સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પેટ્રોલિંગ દરમિયાન પી. એસ. આઈ. વી .સી. પરમાર સહિતના સ્ટાફ વાહન ચેકિંગમાં હતા ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના તાલુકાના દોલતી ગામનો વિક્રમ જેતું ચંદુ નામનો શખસ gj 18 be 90 37 નંબરની કારમાં શંકાસ્પદ હાલતમાં આવી રહ્યાની કોન્સ્ટેબલ કનુભાઈ ભમરને મળેલી બાતમીના આધારે બામણબોર ગામ તરફ જવાના રસ્તે ગોઠવેલી વોચમાં ઉપરોક્ત નંબરવાળી નીકળેલી કારને અટકાવી તલાસી લેતા જેમાં વિક્રમ ચાંદુ મળી આવતા એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે વિક્રમ ચાંદુની અટકાયત કરી પ્રાથમિક તપાસમાં વિક્રમ ચાદુ સામે સાવરકુંડલા ગ્રામ્ય પોલીસમાં સોનુ ડાંગર સામે સૌરાષ્ટ્રમાં પ્રથમ સોનુ ડાંગર ગેગ સામે ગુજસી ટોક હેઠલ ગુનામાં વિક્રમ જીતુ ચાંદુ સ હિત આઠ સ્ખસો સામે ગુનો નોંધાયો હતો.
જે ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો હતો. વિક્રમ ચાદુ સામે હત્યાની કોશિશ, મારામારી અને દારૂ સહિત ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ઝડપાયેલા વિક્રમ ચાંદની અમરેલી પોલીસને જાણ કરતાં કબજો લેવા તજવીજ હાથ ધરી છે.