બે રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ 940 થી 980 નક્કી કરાઈ

ટેકનોલોજી, ડેટા અને ઇનોવેશનના પાવરનો ઉપયોગ કરતી વીમા અને ધિરાણ ઉત્પાદનો માટે ભારતનું સૌથી મોટું ઓનલાઇન પ્લેટફોર્મ ધરાવતી પીબી ફિનટેક લિમિટેડનો આઇપીઓ 1 નવેમ્બરના રોજ ખુલશે.ઓફરની પ્રાઇસ બેન્ડ રૂ.2ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરદીઠ રૂ.940 થી  રૂ. 980 નક્કી કરી છે. બિડ લઘુતમ 15 ઇક્વિટી શેર અને પછી 15 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

ઓફરમાં પીબી ફિન્ટેક લિમિટેડના રૂ.2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર ધરાવે છે, જેમાં રૂ.37,500 મિલિયનનો ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) અને એસવીએફ પાયથન બે (કેમેન) લિમિટેડ દ્વારા રૂ.18,750 મિલિયન સુધીના વેચાણની ઓફર અને આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં યાદીમાં સામેલ ચોક્કસ વ્યક્તિઓના ઇક્વિટી શેર સામેલ છે.કંપની વીમો, ધિરાણ અને અન્ય નાણાકીય ઉત્પાદનોની સુવિધાજનક સુલભતા પ્રદાન કરે છે તથા એનો ઉદ્દેશ મૃત્યુ, રોગ અને નુકસાનની નાણાકીય અસર વિશે ભારતીય કુટુંબો વચ્ચે જાગૃતિ લાવવાનો છે.

પોતાનાં ગ્રાહક-કેન્દ્રિત અભિગમ મારફતે પીબી ફિનટેક લિમિટેડ વીમો અને અન્ય ઉત્પાદનોની ઓનલાઇન સંશોધન-આધારિત ખરીદીઓ કરવા સક્ષમ બનાવવા ઇચ્છે છે તથા પારદર્શકતા વધારવા માગે છે, જે ગ્રાહકોને સુમાહિતગાર નિર્ણયો લેવા સક્ષમ બનાવે છે. આ પ્લેટફોર્મ તેમની વીમાકંપનીઓ અને નાણાકીય સેવા ઉદ્યોગમાં ધિરાણ પાર્ટનર્સને સઘન ડેટા અને ડેટા વિશ્લેષણની ક્ષમતાનો ઉપયોગ કરીને ઉપભોક્તાઓ માટે કસ્ટમાઇઝ ઉત્પાદનોની ડિઝાઇન કરવા અને ઇનોવેશન કરવાની સુવિધા પણ આપે છે.

ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ આ માટે થશે: (1) બ્રાન્ડ્સની વિઝિબિલિટી વધારવા અને જાગૃતિ લાવવા, જેમાં પોલિસીબાઝાર અને પૈસાબાઝાર સામેલ છે, પણ મર્યાદિત નથી; (2) ઓફલાઇન કામગીરી સહિત ઉપભોક્તા આધાર વધારવાની નવી તકો; (3) વ્યૂહાત્મક રોકાણ અને એક્વિઝિશન્સ; (4) ભારતની બહાર કામગીરીનું વિસ્તરણ કરવા અને (5) સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે. આ ઓફરમાં ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડ બંને પર થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.