ન્યૂઝીલેન્ડ સામે ના મેચમાં હાર્દિક પંડ્યા કરશે નેટમાં બોલિંગ પર હાથ લાંબા સમય બાદ અજમાવ્યો
ટી-૨૦ વિશ્વ કપમાં પાકિસ્તાન સામે થયેલા પરાજયને ધ્યાને લઇ ભારતની ટીમ ન્યૂઝીલેન્ડ સામે ના મેચમાં જીત સાથે બાકી રહેલા મેચોમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરશે ત્યારે એ વાત સામે આવી રહી છે કે તું ભારત ન્યૂઝીલેન્ડ સામે ના મેચમાં નવોદિત ખેલાડીઓને તક આપશે કે કેમ જો ટીમ દ્વારા નવોદિત ખેલાડીઓને તક આપવામાં આવે તો તેમની ખેતીમાં અનેક અંશે સુધારો જોવા મળશે એટલું જ નહીં ટીમ વિજય તરફ પણ પોતાની આગેકૂચ કરશે.
ન્યૂઝીલેન્ડ સામે ના મેચ પૂર્વે ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એ નેટ માં પ્રેક્ટિસ કરી હતી જેથી એ વાત પણ સામે આવી રહી છે કે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં કદાચ હાર્દિક પંડ્યા પોતાનો બોલિંગનો જલવો પ્રસ્થાપિત કરે સાથોસાથ તેમની બોલી ને ધ્યાને લઇ કોચ રવિ શાસ્ત્રી અને તેમના મેન્ટ આ મહેન્દ્રસિંહ ધોનીએ પણ બારીકાઈથી તેની દરેક સ્થિતિને મૂલવવી હતી.
ટીમના સુકાની વિરાટ કોહલીએ પણ જણાવતા કહ્યું હતું કે ન્યુઝીલેન્ડ બાદ ના જે મેચો રમવા ના બાકી છે તેમાં હાર્દિક પંડ્યા એકથી બે ઓવર નાખે જો તેના દ્વારા કરવામાં આવશે તો તેમની સ્થિતિ માં ઘણો સુધારો જોવા મળશે સામે મજબૂતાઈ પણ ટીમને મળી રહેશે.
એવી જ રીતે ભારતીય ક્રિકેટ ટીમ જો બાકી રહેલા મેચોમાં નવદીપ ખેલાડીઓને તક આપશે તો તેનો સીધો જ ફાયદો ટીમને મળશે સામે અક્ષર પટેલ જેવા હજુ ઘણા નવોદિત ખેલાડીઓ કે જેઓએ ટી-૨૦ મેચો રમ્યા છે અને ટીમને વિજય અપાવ્યો છે તે પણ એટલા જ મહત્વપૂર્ણ સાબિત થશે ત્યારે ન્યૂઝીલેન્ડ સામે ના મેચમાં કયા પ્રકારની ટીમ વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટ ઉતારે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહ્યું.