ટીવીની બોબી ડાલિર્ંગમાં ભૂમિકા ભજવનાર પાંખી શર્માએ પોતાના પતિ વિરુધ્ધ કેસ દાખલ કરાવ્યો છે. તેમણે પોતાના પતિ વિરુધ્ધ અપ્રાકૃતિક સેક્સ કરવા અને ઘરેલું હિંસા કરવાના મામલામાં કેસ દાખલ કરાવ્યો છે. પાંખી શર્માના લગ્ન ૨૦૧૬માં ભોપાલના બિઝનેસમેન રમણિક શર્મા સાથે થયા હતા. પરંતુ હવે આ લગ્ન તુટવાની અણીએ આવ્યા છે.
પાંખીને તેની ફરિયાદ અનુસાર કહ્યું છે કે રમણીક શરાબ પીધા બાદ તેને મારતો હતો અને તેને બીજા પુરુષ સાથે સંબંધ છે. તેવુ કહેતો હતો તે કહે છે કે તેને મને મારા મુંબઇવાળા ફ્લેટમાં પણ ભાગીદાર બનાવવા માટે મજબુર કરી. રમણિકે તેના પૈસા અને પ્રોપર્ટી હડપ કરી લીધા છે. જેથી તેની પાસે હવે કઇ બચ્યુ નથી. પાંખી કહે છે કે તે ચોકીદારને મારા પર નજર રાખવા માટે પૈસા આપતો હતો આ તમામ બાબતોથી ત્રાસીને મે તેને તલાક લેવાની વાત કરી પરંતુ તે મને ક્યારેય પાછી લેવાની ઇચ્છા રાખ તો ન હતો. અને મારી પિટાઇ કરતો હતો.તે મને એવી રીતે મારતો હતો કે હુ બાળકોની જેમ રડતી અને કપડામાં જ પેશાબ કરી દેતી હતી. ભોપાલમાં ફરિયાદ ન કરવાના કારણમાં પાંખી કહે છે કે તેના પતિના ત્યાં ખુબ ઉચ્ચ સ્તરના સંબંધ છે. તેથી ત્યા ફરીયાદ કરાવી નથી. આ દરમ્યાન પાંખીના પતિ રમણિક શર્માનું કહેવુ છે કે બોબી તદ્ન ખોટુ બોલે છે તેણે મારા પૈસા, સોનુ અને પ્રોપર્ટી કબજામાં લઇ રાખ્યા છે. આ મામલામાં તેમણે પણ ફરિયાદ નોંધાવી છે.