1860 બોટલ શરાબ અને વાહન મળી રૂ. 8.18 લાખનો મુદામાલ કબ્જે: જુનાગઢના બુટલેગરની શોધખોળ: ર4 કલાકમાં એલ.સી.બી. એ બે સ્થળેથી દારૂનો જંગી જથ્થો પકડાયો
જેતપુર નજીક આવેલી તત્કાલ ચોકડી પાસેથી એલ.સી.બી. એ બોલેરો પીકઅપ વાનમાંથી રૂ. છ લાખની કિંમતનો 1860 બોટલ વિદેશી દારુ સાથે બે શખ્સોનેની ધરપકડ કરી વાહન અને દારુ મળી રૂ. 8.18 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જીલ્લામાં મોટાપાયે વિદેશીદારુ ની હેરાફેરી થતી હોવાની એસ.પી. બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે એલ.સી.બી. ના પી.આઇ. એ.આર. ગોહિલ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.
પી.એસ.આઇ. એસ.જે. રાણા સહીતના સ્ટાફે જેતપુર પંથકમાં પેટ્રોલીંગ દરમિયાન વંથલીના શાપુર ખાતે રહેતો શિવાંગ ઉર્ફે શીવો રાજુ મહેતા અને જુનાગઢના ગીરનાર દરવાજા નજીક રહેતો પરેશ હમીર ખાંભલા સહીત બન્ને શખ્સો જીજે 16 એયુ 5852 નંબરની બોલેરો જીપમાં વિદેશી દારુ ભરીને આવી રહા હતા કોન્સ્ટેબલ રહીમભાઇ દલને મળેલી બાતમીના આધારે જેતપુરની તત્કાલ ચોકડી પાસે વોંચ ગોઠવી હતી ત્યારે પુરપાટ ઝડપે આવતી બોલેરોએ અટકાવી તલાસી લેતા રૂ. છ લાખની કિંમતના 1860 બોટલ દારુ સાથે બન્ને શખ્સોને ઝડપી લઇ દારુ અને વાહન મળી રૂ. 8.18 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.ઝડપાયેલા બન્ને શખ્સોની પ્રાથમીક પુછપરછમાં આ દારુનો જથ્થો કાનો હમીર ઉર્ફે જકી ખાંભલા નામના શખ્સનો હોવાનું ખુલતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.