બુલેટ ટ્રેનની આધારશીલા મુક્યા બાદ ભારત અને જાપાનના ડેલિગેશન વચ્ચે પીએમ મોદી અને આબેની હાજરીમાં બેઠક યોજાઇ હતી. બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બુલેટ ટ્રેન વચ્ચે મહત્વનો કરાર કરવામાં આવ્યા , આ ઉપરાંત ભારત અને જાપાન વચ્ચે પરિવહન, રક્ષા, ઉર્જા ક્ષેત્રમાં કરાર થયા. જાપાનની 15 કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરશે. 4 દસ્તાવેજો પર હસ્તાક્ષર કરાયા.ભારત અને જાપાનની દ્રિપક્ષીય વાતચીતમાં બંન્નેએ આતંકવાદના મુદ્દા પર કડક વલણ અપનાવ્યું હતું. શિન્ઝો આબેએ પાકિસ્તાનને મુંબઈના 26-11ના હુમલો અને પઠાણકોટના ગુનેગારોને સજા આપવાનું કહ્યું. આ સાથે જ બંન્નેએ આતંકવાદ વિરુદ્ધ જાપાન ઈન્ડિયા કન્સલ્ટેશનને આગળ વધારવા પર જોર આપ્યું છે. ભારત અને જાપાને આતંકી ગ્રુપ અલકાયદા, આઈએસઆઈએસ, જૈશ એ મોહમ્મદ અને લશ્કર તૈયબા સામે સાથે મળીને સહયોગ વધારે મજબૂત બનવવા પર પણ જોર આપ્યું છે.
બંન્ને નેતાએ પોતાની સ્પીચમાં આતંકવાદ અને ચરમપંથી હિંસા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સમજૂતી મજબૂત બનાવવાની વાત કરી છે. આમાં ઈન્ફોર્મેશન અને ઈન્ટેલિજન્સ સમજૂતી કરવાની પણ વાત કરી હતી.આ દરમિયાન બંન્નેએ સાથે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત અને જાપાનની મિત્રતાનો આજે ઐતિહાસિક દિવસ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નવા ભારતની લાઈફલાઈન છે. જાપાને 2016-17માં 4.7 બિલીયન ડોલર ભારતમાં નિવેશ કર્યા હતા જો કે પાછલા વર્ષની સરખામણીમાં 80 ટકા વધારે છે. અને હવે આ પ્રોજેક્ટ જે બંન્ને દેશો વચ્ચેના વિશ્વાસને પ્રદર્શીત કરે છે.