દોડભાગની જીંદગીની આહારથી લઇને વિચારશૈલી સુધી દરેકના જીવનના ફેરફારો આવ્યા છે. કામ વધવાને કારણે ટેન્શન પણ વધે છે. જેનાથી હેલ્થ પર પુરતુ ધ્યાન અપાતુ નથી પરંતુ જો આ ઘરેલુ નાની નાની ટિપ્સ અપનાવવામાં આવે તો સ્વાસ્થ્યનું ધ્યાન તમારે રાખવું નહી પડે.
– સવારનું વહેલું ઉઠી સ્નાન કરવું ત્યાર બાદ ઇશ્ર્વરની આરાધના કરવી તેનાથી શરીર તેમજ મન તણાવમુક્ત રહે છે. અને શાંતિની અનુભુતિ થાય છે.
– હંમેશા દાંત સાફ કરવા માટે બ્રશને બદલે લિમડાના દાંતણ વડે દાંત સાફ કરવા જેનાથી પેઢા મજબુત બને છે.
– રાત્રેખ તાંબાનાં વાસણમાં રાખેલુ પાણી સવારે ઉઠીને પીવાથી પેટના બધા જ રોગ દુર થાય છે. અને કહેવાય છે ને કે જેનું પેટ સાફ તેના દર્દ માફ.
– સવારે સ્નાન લેતી પુર્વ આખા શરીરમાં સરસોનાં તેલનું માલિશ કરી ત્યાર બાદ ન્હાવાથી હાંડકામાં મજબુતી આવે છે. અને ચર્મ રોગથી છુટકારો મળે છે.
– સામાન્યતરે લોકોને ઉઠીને સવારે ચા પીવાની આદત હોય છે. પરંતુ તેના બદલે જો દુધ કે પછી ફ્રેશ જ્યુસ આરોગવામાં આવે તો તેનાથી શરીરને તાકાત મળે છે. વધુ પ્રમાણમાં મિર્ચ, મસાલા, તેમજ તણેલા પદાર્થોનું સેવન ટાણવું.
– સંતુલિત ભોજન આરોગવું અને પુરતી માત્રામાં જ જમવું ભોજન બાદ ચાલવું.
– સારા સ્વાસ્થ્ય માટે ધુમ્રપાન તેમજ નશીલાં પદાર્થોનું સેવન ટાણવું.
– રોજ સવારે તુલસીના ૪ થી ૫ પાંદનું સેવન કરવું.
– ૧૦૦ વર્ષો સુધી સ્વસ્થ રહેવા માટે રોજ આ દર્શાવેલી પ્રક્રિયાનું પાલન કરતું રહેવુ તેમજ યોગ અને મેડિટેશન કરવું. સાથે જ ભરપુર માત્રામાં શાકભાજીનું સેવન કરવું.