છેલ્લા કેટલાક દિવસોથી BlueWhale ગેમનાં કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે અને કેટલાક મામલાઓ એવા પણ સામે આવ્યા છે. જેમાં બ્લુ વ્હેલ ગેમ રમતી વખતે બાળકો જીવ આપવાની કોશિશ કરી રહ્યા છે. સરકાર પણ તેનાથી ખૂબ જ ચિંતિત છે. આ બધા વચ્ચે સહારા નામની એક એપ ખૂબ લોકપ્રિય બની રહી છે. આ એપ વધુ ચર્ચામાં તો ત્યારે આવી કે, જ્યારે એક યુઝરે આ એપનાં કારણે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.
સિક્રેટ મેસેજિંગ એપનાં નામથી જાણીતી આ એપની નેગેટીવ અસર પડવા લાગી છે. કારણ કે, આ એપનાં માધ્યમથી લોકો પોતાના મનની વાત કહી શકે છે,પરંતુ હવે યુવાઓ વચ્ચે આ એપ ડિપ્રેશનનું કારણ બની ગઈ છે. કેટલાક લોકો દ્વારા સરાહા એપનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
મેંગલોરમાં રહેતી એક નર્સને સરાહા એપ પર અપમાનજનક મેસેજ મળ્યા બાદ તેણે આત્મહત્યા કરવા વિશે વિચાર્યું હતું. તેણે ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યું હતું કે, તે આ સંદેશોનાં પરિણામ સ્વરૂપે આત્મહત્યા કરવાનું વિચારી રહી હતી. તેણે એક મેસેજ પોસ્ટ કર્યો હતો, ‘હું મારું જીવન છોડી રહી છું.’
ત્યાર બાદ આ પોસ્ટ વાયરલ થઇ રહી છે અને એક સ્ક્રીનશોટ રાકકોન્ડા પોલિસનાં ફેસબુક એકાઉન્ટમાં મોકલવામાં આવ્યું હતું, જેણે ત્યાર બાદ મેંગલોરમાં તેના સમકક્ષો સાથે સંપર્ક કર્યો હતો. મેંગલોર સીટી પોલીસે આ વિષય પર વાત કરી અને સલાહ આપી છે. મેંગલોર પોલીસે કહ્યું છે કે, અમને લાગે છે કે, સરાહા પર અમાનિક ટિપ્પણીઓએ તેને એટલું પ્રભાવિત કરી છે કે, તે ગંભીર ડિપ્રેશનમાં આવી ગઈ છે.