નવા 1પ0 ફુટ રીંગ રોડ પર ચાર દિવસ પૂર્વે ટ્રકનું ટાયર બદલાવતાં યુવાનનો ભોગ લીધો હતો
રાજકોટમાં નવા 1પ0 ફુટ રીંગ રોડ પર મુંઝકા ચોકડી નજીક ચાર દિવસ પૂર્વે પાંચ યુવાનો ટ્રકનું ટાયર બદલાવી રહ્યા હતા. તે વેળાએ કાર ચાલક પોલીસ કોન્સ્ટેબલ તેમને ઠોકરે લેતાં રાજકોટના યુવાનનું મોત નિપજયું હતું અને નાશી ગયેલા કોન્સ્ટેબલની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહીતી મુજબ નવા 1પ0 ફુટ રીંગ રોડ પર ચારક દિવસ પૂર્વે ટ્રકનું ટાયર બદલાવતી વખતે પુરપાટ ઝડપે આવતી જીપે અકસ્માતે કરતાં લક્ષ્મીનગરમાં રહેતા સંજય મકવાણાનું મોત નિપજયું હતું. જયારે સાથેના ચાર લોકોને ઇજા પહોચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જી જીપ ચાલક નાશી ગયો હતો. જેથી યુનિવર્સિટી પોલીસે તપાસ કરતા જીપ ચાલક પરેશભાઇ કેશુરભાઇ નંદાણીયા (ઉ.વ.પપ) હોવાનું ખુલ્યું હતું અને જાણવા મળ્યું હતું કે, પરેશ નંદાણીયા હાલ ધ્રોલ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે તેના વિરુઘ્ધ ગુનો નોંધી અને ધરપકડ કરી છે.