વીડિયો કોન્ફરન્સથી કામગીરી અને સુવિધાઓની આરોગ્ય અને પરિવાર કલ્યાણના અધિક મુખ્ય સચિવે સમીક્ષા કરી
રાજકોટ, તા. 26 ઓક્ટોબર આજ રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ દ્વારા નિર્માણાધિન રાજકોટ એઈમ્સ હોસ્પિટલની કામગીરીની વિડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
રાજકોટ એઈમ્સ હોસ્પિટલને વીજ પુરવઠો તથા પાણી પુરવઠો પૂરો પાડવા અંગે, એઈમ્સ હોસ્પિટલ તરફ જતાં રસ્તાઓની કામગીરીની પ્રગતિ, બસ સ્ટોપ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ટેક્સી સ્ટેન્ડ અને સાઈનેજીસ બોર્ડ અંગે આ બેઠકમાં વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. અને ઉપસ્થિત અધિકારીઓને નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, એઈમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રમદિપ સિન્હા, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, રાજકોટ શહેરી સત્તા વિકાસ સત્તા મંડળ (રૂડા), પાણી પુરવઠા બોર્ડ- જામનગર, પી.જી.વી.સી.એલ-રાજકોટ, જેટકો-રાજકોટ વગેરે વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.