વરસાદી ટીંપા કરતાં પણ અનેકગણા નાના એવા કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. કાચિંડાની જેમ કલર બદલતા કોરોનાને કારણે વાયરસ સામેનું જોખમ ઓછું થઈ રહ્યું નથી. છેલ્લા દોઢેક વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો હોવા છ્તા વાયરસની તીવ્રતા ઓછી અંકાઈ રહી નથી. ઘણાં દેશો કોરોનાની ત્રીજી તો ઘણાં દેશો ચોથી લહેરમાં સપડાયા છે. ત્યારે હાલ મોટાભાગના દેશોમાં કોરોનાનો જનક ગણાતો દેશ ડ્રેગન ફરી કોરોનાના ભરડામાં ન આવે તે માટે ઝીંનપિંગ સરકારે કડક પગલાં ભરવાના શરૂ કરી દીધા છે.
ચીનમાં ફરી કોરોનાના કેસમાં વધારો થતા સ્થાનિક સરકારે ફરી કડક નિયંત્રણો લગાવવાની દિશામાં કામગીરી હાથ ધરી દીધી છે. ચીનમાં 29 નવા કેસ નોંધાયા છે. જેમાં ઉત્તરપશ્ચિમ પ્રાંત ગાંસુની પ્રાંતીય રાજધાની લાન્ઝોઉમાં છ કેસનો સમાવેશ થાય છે.
ઝોઉ શહેર કે જ્યાં અંદાજે 40 લાખની વસ્તી રહે છે જ્યાં કોરોનાના ફક્ત 6 પોઝિટિવ કેસ નોંધાતા લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. ત્યાના સ્થાનિકોને અતિ આવશ્યકતા હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની સૂચના આપી દેવામાં આવી છે. અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ચીનનો તાજેતરનો રોગચાળો ચેપી ડેલ્ટા વેરિઅન્ટ સાથે જોડાયેલો છે, છેલ્લા અઠવાડિયામાં તાજેતરના સ્પ્રેડની સંખ્યા 100 થી વધુ કેસ સાથે છે.
આ સાથે જ લાંઝોઉ શહેરમાં મોટા પ્રમાણમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. કોરોના સંક્રમિત લોકોને કોરેન્ટાઈન કરી દેવામાં આવી રહ્યા છે. ચીનની રાજધાની બેઈજીંગમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે હોટલોનું બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.
ચીનમાં કોરોનાના કેસ વધવાની સંખ્યા હાલ ઓછી છે, 24 કલાકમાં 6 નવા કેસ નોંધાયા છે અને શહેરમાં લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં હાલ 100 જેટલા કેસ છે છ્ત્તા પણ આટલી કાળજી લઈ કડક નિયમો લાદી દેવાયા છે, જ્યારે ભારતમાં..? એમાં પણ હાલ દિવાળીના તહેવારોમાં ખાસ કાળજી લઈ નિયમ પાલન કરવાની ખૂબ જરૂર છે.