મેષ રાશિફળ (Aries): કોઇ લક્ષને પાર કરવામાં આજે સફળતા મળી શકે છે. વેપાર-ધંધા અર્થે કરેલા પ્રયત્ન ભવિષ્યમાં સારા પરિણામ આપશે. ઘર-પરિવારમાં મતભેદો પેદા થાય તો ધીરજ રાખજો. સંતાનના અભ્યાસ કે લગ્નને લગતી વાતો આગળ વધશે. ધર્મ અને અધ્યાત્મિક કાર્યોમાં પણ સમય પસાર થશે. તમારા સારા સ્વભાવના કારણે લોકો તમારું સન્માન કરશે. આર્થિક પક્ષ સારો રહેશે.
વૃષભ રાશિફળ (Taurus) વધારે પરિશ્રમ કરવાથી આરોગ્ય નબળુ પડી શકે છે. પરિવાર તરફથી શુભ સમાચાર મળવાના સંકેત છે. નોકરીયાત છો તો પ્રમોશનના યોગ છે. તમારી જવાબદારીમાં વધારો થઇ શકે છે. કાર્યસ્થળે સૌ કોઇ તમારા સાહસ અને પરાક્રમના વખાણ કરશે. આજે તમે ધાર્મિક અને સામાજિક કાર્યોમાં ભાગ લેશો. જો તમે વેપારી છો તો ધંધા અર્થે કેટલાક પરિવર્તનના યોગ છે. જે ભવિષ્યમાં તમને ફાયદો કરાવશે
મિથુન રાશિફળ (Gemini) : આજે મૂલ્યવાન વસ્તુ મળવાના યોગ છે. આ સિવાય આજે તમે પણ ભૌતિક સુખ-સુવિધા માટે ખર્ચો કરી શકો છો. આજે ગરીબોની મદદ અને બોલવાની કળા તથા કામમાં કુશળતાથી અન્ય લોકોને આકર્ષિત કરી શકો છો. પરિવાર સાથે સારો સમય વિતશે. વાણીમાં મીઠાશ સંબંધોમાં પ્રેમ લાવશે. આજનો આપનો દિવસ ભવિષ્ય માટે નવિન તકો લઇને આવશે. નોકરીમાં ઉપરી અધિકારીની મદદથી પ્રમોશન મળી શકે છે
કર્ક રાશિફળ (Cancer) : આજનો આપનો દિવસ થોડો સંઘર્ષભર્યો રહી શકે છે. એવા ખર્ચા સામે આવશે જેના લીધે ગુસ્સો આવે. પરંતુ ધ્યાન રાખજો કે ગુસ્સાને લીધે બનેલા કામ બગડે નહીં. ધીરજથી કામ લેજો. રાતના સમયે માંગલિક કાર્યમાં સામેલ થવાનો અવસર મળી શકે છે. આજનો દિવસ સંઘર્ષભર્યો રહી શકે છે. એવામાં ખાસ ધ્યાન રાખજો કે મનને શાંત રાખો. આજે ડગલેને પગલે સંકટનો સામનો કરવો પડી શકે છે. કામકાજમાં નવી તકનીક અને હુનરનો ઉપયોગ કરો જેથી ઉત્પાદન ક્ષમતા વધી શકે છે.
સિંહ રાશિફળ (Leo) : આવી જ તક આજે સાંજે પણ મળી શકે છે. આ દરમિયાન સારા અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થઇ શકે છે. મનમાં થતા વિચારોને લીધે તમને ગભરામણ થશે. પરિસ્થિતિ સામે લડવા માટે હિંમત રાખવી. મહેનત ચાલુ રાખવું અને ડરવું નહીં. આવનારા દિવસોમાં તમારી તકલીફોનું સોલ્યુશન મળશે. ધંધામાં વધારે મહેનત કરવી પડશે પણ તે પ્રમાણે મહેનતના ફળ પણ મળશે.
કન્યા રાશિફળ (Virgo) : આજે મોટાભાગનો દિવસ કામમાં વ્યસ્ત રહેશો. આ સમય દરમિયાન તમે આધ્યાત્મિક વિચારોમાં લિન થઇ શકો છો. સંધ્યાકાળથી રાત સુધી ભૌતિક સુખ-સુવિધાઓ વધશે. આપની વિવેક બુદ્ધિ, નવા કામની શોધ કરી શકે છે. અન્ય લોકોની ખોડ-ખાંપણ શોધવાનું બંધ કરશો તો સન્માન વધશે. આજે આપનો દિવસ એકદમ ખાસ છે. મહેનત કરશો તો અવશ્ય સફળતા મળશે. નોકરી કે વેપાર અર્થે કોઇ શુભ સમાચાર મળશે. નવા કામમાં ભાગ લેશો.
તુલા રાશિફળ (Libra) : આજે દિવસ દરમિયાન કોઇને કોઇ વાતથી મન કચવાટ અનુભવશે. સંતાન અને પત્ની પ્રત્યે પ્રેમ વધશે. આજે પ્રગતિનો દિવસનો છે. આકસ્મિક ચિંતા થવાની સંભાવના છે, જેને તમે બોલવાની કુશળતાથી દૂર કરી શકશો. દિવસ દરમિયાન આસપાસના વ્યક્તિઓ કે મહેમાનોને આકર્ષિત કરવામાં સફળ રહેશો. જીવન સાથીની પ્રાપ્તી થઈ શકે છે. આજે બપોર સુધીનો દિવસ મહેનત માંગી લેશે. જેનું શુભ પરિણામ સંધ્યાકાળે મળી શકે છે. હરવા-ફરવાની તક માટે હમેશાંથી તૈયાર રહો છો.
વૃશ્ચિક રાશિફળ (Scorpio) : કાર્યસ્થળે આજે સન્માન વધશે. પરિવારમાં મતભેદો આવી શકે છે. આ સમયે ધીરજ રાખવી નહીં તો ઉતાવળમાં લીધેલા નિર્ણય મુશ્કેલી પેદા કરી શકે છે. પરિવારના કોઈ સભ્યનું નબળું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે. ભાઈઓ સાથે પણ મનમુટાવની સ્થિતિ રહી શકે છે. એટલે થોડો સમય સાવધાનીપૂર્વક પસાર કરો. દરેક કાર્યને ગંભીરતાથી લેવું.
ધન રાશિફળ (Sagittarius) : સહ કર્મચારીઓ કે ઉપરી અધિકારીઓ સાથે અણબનાવ બને નહીં એની કાળજી રાખજો. સાંજે 5 વાગ્યા પછી સાનૂકુળ પરિસ્થિતિઓ બનશે. આજનો સમય અનુકૂળ છે. બેંક રોકાણ જેવી આર્થિક ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો. અચાનક જ કોઈ જૂના મિત્રના મળવાથી તમે પ્રસન્ન રહેશો. સમય ખૂબ જ શાંતિદાયક છે. તેનો ભરપૂર ઉપયોગ કરો
મકર રાશિફળ (Capricorn) : . વેપાર કરો છો તો આજના દિવસમાં થોડી વધારે મહેનત કરવી પડશે. વડીલોના આશીર્વાદથી આજે કામમાં સફળ થશો. જીવનમાં મળી રહેલી શીખ અને અનુભવ તમારા માટે મહત્ત્વના છે. તમારા અનુભવથી તમે મુશ્કેલ કામ કરી શકશો. રૂપિયાનો વ્યવહાર આગળ વધશે. ઉછીના લીધેલા હોય તેમના રૂપિયા ધીમે-ધીમે આપવાના પ્રયત્નો કરો.
કુંભ રાશિફળ (Aquarius) : . સંધ્યાકાળથી લઇને રાત સુધી આરોગ્ય બાબતે કાળજી લેજો. બેદરકારી કરવાથી આરોગ્ય બગડી શકે છે. યુવાઓ ઇચ્છાપૂર્તિ માટે થોડી ખરાબ રીતનો ઉપયોગ કરી શકે છે. જેના કારણે તેઓ મુશ્કેલીમાં પડી શકે છે. એટલે નકારાત્મક ગતિવિધિઓથી દૂર રહો. કરિયરને લગતી વાતોમાં પણ સાવધાની જાળવવી.
મીન રાશિફળ (Pisces) : આજે તમારા પ્રભાવ અને પ્રતામમાં વધારો થશે. આજનો દિવસ તમે તમારામાં જ મસ્ત રહેશો. વિરોધીઓ તરફ ધ્યાન ના આપતાં પોતાના કામમાં વ્યસ્ત રહેજો. સંધ્યાકાળથી રાત સુધી બિનજરુરી ખર્ચા આવશે જે મજબૂરીમાં પણ કરવા પડશે. ફસાયેલા નાણાં પાછા મળી શકે છે. આજે આપની ઇચ્છાઓ પૂર્ણ થવાનો દિવસ છે. હરવા-ફરવાથી કોઇ જરુરી કામ પણ પુરું થઇ શકે છે.