પ્રથમ વખત ભારતીય ટીમ પાકિસ્તાન સામે ધોની વગર ટી20મેચ રમ્યું.
આઇસીસી ટ્વેન્ટી 20 વિશ્વ કપના સુપર બારના મુકાબલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મેચ રમ્યો હતો જેમાં પાકિસ્તાની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કહેવાય છે કે ક્રિકેટ મેચ ગેમ ત્યારે ભારતીય ટીમ પાકિસ્તાન સમક્ષ ટી-20 મુકાબલો પહેલો એવો રમ્યો હશે જેમાં મહેન્દ્રસિંહ ધોની ન હોય. સાથોસાથ આઈપીએલનો વધુ ઉનમાદે ટીમને પણ ઢીલી પાડી દીધી હતી. પાકિસ્તાન દ્વારા ભારતીય ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી અને પોતે આત્મવિશ્વાસ સાથે કોઈ પણ ડર રાખ્યા વગર મેચ જીત માં પરિવર્તિત કર્યો હતો.
પાકિસ્તાન સામેની ટી-૨૦ વર્લ્ડ કપ મેચમાં ભારતનો ૧૦ વિકેટથી શરમજનક પરાજય થયો હતો. ત્યારે ટીમ ઈન્ડિયાની આ હારની સાથે વિશ્વકપમાં પાક સામેના જીતના સિલસિલાનો અંત આવ્યો હતો, સાથે સાથે ભારતને ટી-૨૦ના ઈતિહાસમાં પહેલી વખત ૧૦ વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો.
ભારતીય ટિમ તરફથી એક માત્ર કોહલીએ સંઘર્ષમય ૫૭ રન ફટકાર્યા હતા. જોકે ટીમ ઈન્ડિયા ૭ વિકેટે ૧૫૧ રન જ કરી શકી હતી. જવાબમાં ભારતીય બોલરોનો દેખાવ પણ અત્યંત નિરાશાજનક રહ્યો હતો. પાકિસ્તાનના રિઝવાન અને બાબરની ઓપનિંગ જોડીએ ભારતીય બોલરો સામે અસરકારક બેટીંગ કરતાં માત્ર ૧૭.૫ ઓવરમાં જ વિના વિકેટે ૧૫૨ રન કરી જીત હાંસલ કરી હતી.
કેપ્ટન તરીકે ટી-૨૦ વિશ્વકપ રમી રહેલા ભારતીય કેપ્ટન ટીમને વિજય અપાવવામાં નિષ્ફળ નીવડ્યો હતો. રોહિત ની ક્રિકેટ બાદ ભારતીય ખેલાડીઓ દ્વારા જે વિસ્ફોટક રમત રમવામાં આવતી હોય છે તેનો અભાવ સતત જોવા મળ્યો હતો જેમાં વિસ્ફોટ ખેલાડી અને ટીમના સુકાની વિરાટ કોહલી પણ સિંગલ ડબલ એવી રીતે સ્કોર આગળ વધારી રહ્યો હતો એક માત્ર રિષભ પંથ દ્વારા જ થોડાક વિસ્ફોટક શોર્ટ જોવા મળ્યા હતા.
બીજી તરફ ભારતીય બોલરોની બોલિંગ પણ અતિ સામાન્ય જોવા મળી હતી એક પણ વિકેટ ગુમાવ્યા વગર પાકિસ્તાનના ગોપનાથ બેટ્સમેનોએ ટીમને વિજય અપાવ્યો હતો ત્યારે ઘાતક બોલેરો તરીકે નામના મેળવનાર ભારતીય બોલરો દ્વારા સહેજ પણ ચપરતા પૂર્વક બોલિંગ કરવામાં આવી ન હતી.
શ્રીલંકાએ બાંગ્લાદેશને પાંચ વિકેટે માત આપી
શ્રીલંકાએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. બાંગ્લાદેશ તરફથી નઈમે ૬૨ રનની ઈંનિંગ રમી હતી તો સામે રહીમે 57 રનનું યોગદાન આપ્યું હતું પરિણામે ટીમ ૪ વિકેટની નુક્સાનીએ ૧૭૧ સુધી પહોંચી શકી હતી. જવાબમાં શ્રીલંકાએ અસાલાન્કા અને રાજપક્ષાની લડાયક અડધી સદીની મદદથી જીત હાંસલ કરી હતી.
સુપર-૧૨ની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને સાત બોલ બાકી હતા ત્યારે પાંચ વિકેટથી હરાવ્યું હતુ. જીતવા માટેના ૧૭૨ના ટાર્ગેટનો પીછો કરતાં શ્રીલંકાની
શરૂવાત પણ નબળી રહી હતી અને 79 રનમાં 4 મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી હતી.જોકે અસાલાન્કાની સાથે ભાનુકા રાજપક્ષેની બગીદારીના પગલે ટીમ જીતનો જસન મનાવી શકી હતી.