રાજયમાં નશીલા પદાર્થની હેરાફેરી કરતા તત્વો સામે કડક હાથે કામગીરી કરવા પોલીસ વડા આશિષ ભાટીયાએ આપેલીસુચનાને પગલે રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી ડ્રગ્સ પેડલરો પર ઘોંસ બોલાવવામાં આવી છે.જેમાં પ્ર.નગર વિસ્તારમાંથી બે શખ્સોને ડ્રગ્સ સાથે અને તાલુકા પોલીસે શહેરમાં ડીલીવરી કરવા આવતોરીઢા શખ્સને ગાંજા સાથે અને જસદણ પંથકમાંથી એસ.ઓ.જી.એ કપાસના વાવેતરમાંથી જંગી જથ્થા સાથે ઝડપી પાડયો છે.
ક્રિકેટર ડ્રગ્સ પ્રકરણ : રાજકોટમાં ડ્રગ્સ સાથે કારમાં નિકળેલા બે સપ્લાયરો ઝડપાયા
ક્રિકેટર ડ્રગ્સ પ્રકરણ : રાજકોટમાં ડ્રગ્સ સાથે કારમાં નિકળેલા બે સપ્લાયરો ઝડપાયા
ઇલેક્ટ્રિક કામની આડમાં ગાંજાની હેરાફેરી કરતો ગઢકાનો સપ્લાયર ઝડપાયો
તાલુકા પોલીસે રૂ.56 હજારની કિંમતનો 8કિલો ગાંજો કબ્જે કર્યો:છ માસમાં ચાર સ્થળે ગાંજો સપ્લાય કર્યાની કબૂલાત
રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરનાર ઉપર દોરોડા પાડવા પોલીસ એક્શનમાં આવી છે. એન.ડી.પી.એસ. ડ્રાઇવ અન્વયે બોટાદના ગઢડાના શખ્સે ઇલેક્ટ્રિકનું કામ કરવાની આડમાં ગાંજાની હેરાફેરી કરતા તાલુકા પોલીસે ઝડપી લીધો છે.પોલીસે 56 હજારની કિંમતનો ગાંજો ઝડપી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટ તાલુકા પોલીસે બાતમીના આધારે જિલ્લા બહારથી આવી એક શખસ માદક પ્રદાર્થનું વેચાણ કરતો હોય જેથી પોલીસે વોચ ગોઠવી હતી.
પ્રદ્યુમનગ્રીન સિટી બિલ્ડીંગની પાછળ કબુતરી કલરના રેકજીનના થેલા સાથે માદક પ્રદાર્થ ગાંજાનો જથ્થો 8 કિલો સાથે ઇલેક્ટ્રિક કામ કરતા બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડા ખાતે રહેતા યુનુસભાઇ બહાદુરભાઇ સુમરાને પકડી લઇ 56,000ની કિંમતનો 8 કિલો ગાંજો કબ્જે કર્યો હતો.
પ્રાથમિક પૂછપરછમા આરોપીએ કબુલાત આપી હતી કે, તે છેલ્લા છ માસ દરમિયાન રાજકોટ સહિત અન્ય જિલ્લામા પેડલર તરીકેનો વ્યવસાય કરતો હતો. જેમાં અગાઉ રાજકોટ શહેરમા જુદી-જુદી ચારેક જગ્યાએ માદક પદાર્થની ડિલિવરી કરી હતી.
અગાઉ અમદાવાદ ખાતે જુહાપુરા અને ઢસામાં શરીર સબંધી ગુનામા સંડોવાયેલો હોવાની પણ કબૂલાત આપી હતી.યુનુસ ઈલેક્ટ્રિકનું રિપેરિંગ કામ જાણતો હોય જે માદક પદાર્થના વેચાણ દરમિયાન સાથે ઈલેક્ટ્રિકના રિપેરીંગનો સામાન રાખી અન્ય જિલ્લાઓમા ઈલેક્ટ્રિક કામ કરવાની આડમાં માદક પદાર્થોનુ વેચાણ કરતો હતો. યુનુસે રાજકોટમાં કોને કોને આ ગાંજો સપ્લાય કર્યો તે બાબતે તેની રિમાન્ડ ઉપર વધુ પૂછપરછ શરુ કરી છે.