ઓસ્ટ્રેલિયાના શેન વોર્ને ઈંગ્લેન્ડના માઈક ગેટિંગને આ બોલમાં આઉટ કરીને ઐતિહાસિક એશીઝ ટેસ્ટ સિરિઝ જીતી હતી
ક્રિકેટ વિશ્વમાં એસીઝ ટેસ્ટ સીરીઝનું ખુબ મહત્વ છે. જેમ ભારત અને પાકિસ્તાનની મેચો હાઈવોલ્ટેજ હોય છે તેમ બે ગોરા દેશ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની તમામ મેચો હંમેશા હાઈવોલ્ટેજ રહી છે. તેઓ મેચ જીતવા જોર લગાવતા હોય છે. આવી જ એક ખુબ જ અગત્યની મેચમાં સદીનો સૌથી શ્રેષ્ઠ બોલ નખાણો હતો !!!
જી હા, ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પીનર શેન વોર્ન આ હકિકત તેના ચાહકો સમક્ષ મુકી છે. ગઈકાલે શેન વોર્નનો ૪૮મો જન્મદિન હતો. ત્યારે તે અતિતના મધુર સંભારણાઓમાં સરી પડયો હતો. વોર્ને વાત કરી છે ૧૯૯૩ના એશીઝ ટેસ્ટની. ઈંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડીયમમાં આ ઐતિહાસિક બોલ ફેંકાયો હતો. મતલબ કે ડિલીવર થયો હતો. શેન વોર્ને આ બોલ ઈંગ્લેન્ડના બેટસમેન માઈક ગેટિંગને ફેંકયો હતો. આ બોલ ઐતિહાસિક અને સદીનો શ્રેષ્ઠ એટલા માટે છે કે આ બોલમાં માઈક ગેટિંગની વિકેટ ખડયા પછી ઓસ્ટ્રેલિયા ૧૩૭ રનથી આ ટેસ્ટમેચ અને સંપૂર્ણ એશીઝ ટેસ્ટ સીરીઝ જીત્યું હતું.
આ બોલ લેગમાં ટપ્પો ખાઈને ઓફ સ્ટમ્પ ઉડાડતો ગયો હતો. બેટસમેન માઈક ગેટિંગને બિચારાને કંઈ સમજ જ ન પડી કે શું થયું ? ૧૯૯૩માં રમાયેલા આ મેચમાં શેન વોર્ને એકલાએ ૮ વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. માઈક ગેટિંગની વિકેટ લેનારા આ બોલને શેન વોર્ને સદીનો શ્રેષ્ઠ બોલ ગણાવે છે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે શેન વોર્નથી દરેક બેટસમેન ડરતા પણ વોર્ન તે સચિન તેંડુલકરથી ડરતો. તેણે એકવાર કબુલ્યું હતું કે સચિન મને સપનામાં આવે છે !!!