ઢોંગી બાબાઓ પર તવાઈ ઉતરી છે ત્યારે મહત્વનું પદ ધરાવતા મંત્રી મહોદય પ્રજાને શું સંદેશ આપવા માગે છે?
છતીસગઢના ગૃહમંત્રી ‘રાજરોગ’ ઉતારવા કંબલ બાબાના શરણે ગયા છે !!! અત્યારે અહી ખાસ ઉલ્લેખનીય છે કે સરકાર કહેવાતા ‘બાબા’ઓ પર તવાઈ ઉતારી રહી છે. ત્યારે ખૂદ સરકારના જ એક પ્રતિનિધિ બાબાની શરણે જઈને પ્રજાને શું સંદેશ આપવા માંગે છે?
છતીસગઢનાં ગૃહમંત્રી રામદેવક પાઈકરાને ડાયાબીટીસ છે. તેઓ આ રોગ મટાડવા ‘કંબલ વાલે બાબા’ને તાજેતરમાં બહેરામપુરમાં મળ્યા હતા. બાબાનો દાવો છે કે તેઓ દર્દીને કંબલ ઓઢાડીને મંત્ર બોલીને ચૂટકીમાં ડાયાબિટીસ મટાડી શકે છે.
મંત્રી રામસેવકે કહ્યું હતુ કે મને છેલ્લા ૧૦ વર્ષથી ડાયાબિટીસ છે. આ સિવાય મેં બલરામપૂરમાં બાબાના આશ્રમની બહાર હજારો ડાયાબિટીસનાં દર્દીઓને પોતાનો ઈલાજ કરાવવા ઉભેલા જોયા હતા. હું આ ‘રાજરોગ’થી વાજ આવી ગયો હતો. આથી મેં કંબલ વાલે બાબા પાસે ઈલાજ કરાવ્યો.
બાબાએ વિધિ કર્યા પછી મને સ્વસ્થ વ્યકિત તરીકે એક ચમચી ભરીને ખાંડ ખવડાવી હતી. પરંતુ મંત્રી કહે છે કે મા‚ ડાયાબીટીસ મટયું નથી. છતીસગઢની વિરોધી પાર્ટી કોંગ્રેસે માંગ કરી છે કે કંબલ વાલે બાબાની અંધ શ્રધ્ધા ફેલાવવા બદલ ધરપકડ કરવી જોઈએ
કંબલ વાલે બાબાનું અસલ નામ ગણેશ છે. મૂળ ગુજરાતનાં છે.અને દાવો કરે છે કે છેલ્લા ૨૮ વર્ષથી ડાયાબીટીક દર્દીઓને સાજા કરે છે. હવે તેમની વિધિથી અત્યાર સુધીમાં કેટલાક દર્દીઓ સાજા થયા તે તો ભગવાન જાણે ખાસ કરીને ગામડાની ભોળી અને અબુધ પ્રજા આ બાબાની પાસે જાય છે.