ધ કેન્સર પેશન્ટ્સ એઈડ એસો. અને પેરન્ટ્સ એસો. થેલાસેમિક યુનીટ ટ્રસ્ટ દ્વારા
પંકજ ઉધાસ, અનુપ જલોટા, તલત અઝીઝ, કવિતા સેઠ, રેખા ભારદ્વાજ, ઓસમાન મીર, સુદીપ બેનરજી, સંજીવની ભેલાંડે, યુવા પ્રતિભા જઝિમ શર્મા અને મીનલ જૈન પરફોર્મ કરશે
ધ કેન્સર પેશન્ટ્સ એઈડ એસોસિયેશન (સીપીએએ) અને પેરન્ટ્સ એસોસિયેશન થેલાસેમિક યુનિટ ટ્રસ્ટ (પટુટ) દ્વારા ખઝાના- ગઝલ મહોત્સવનું આયોજન કરાયું છે. ગઝલના શોખીનોને હંગામા અને પંકજ ઉધાસ યુટ્યુબ તેમ જ ફેસબુક ચેનલો પર 22 અને 23મીએ સાંજે 7.30 વાગ્યાથી વર્ચ્યુઅલ પદ્ધતિથી ભારતના ટોચના પરફોર્મરોને સમૃદ્ધ અને સ્વર્ણિમ પરફોર્મન્સ માણવા મળશે.
ગઝલ દિગ્ગજ પંકજ ઉધાસ, અનુપ જલોટા, તલત અઝીઝ, કવિતા સેઠ, રેખા ભારદ્વાજ, ઓસમાન મીર, સુદીપ બેનરજી, સંજીવની ભેલાંડે, યુવા પ્રતિભા જઝિમ શર્મા અને મીનલ જૈન પરફોર્મ કરશે, જ્યારે સારંગ કુલકર્ણી સાથે પ્રિયંકા બર્વે દ્વારા સ્પેશિયલ એક્ટ પણ રહેશે. ધ કેન્સર એન્ડ થેલાસેમિક પેશન્ટ્સ માટે ભંડોળ ઊભું કરવાનું લક્ષ્ય રખાયું છે. ગઝલ દિગ્ગજ તલત અઝીઝ યુવા સ્નેહા અસ્તુનકર અને અર્ચના કામથ હેગડેકરને રજૂ કરશે. આ કાર્યક્રમમાં ખઝાના આર્ટિસ્ટ અલાઉડ ટેલેન્ટ હંટ વિજેતા પુણેનો ભાવિક રાઠોડ અને જબલપુરની પ્રિયંકા સાવરકર શિંદે પણ રહેશે.
ખઝાના તેના 20મા વર્ષમાં દિગ્ગજ સ્વ. પં. શ્રી કે. મહાવીરજીને નમ્ર અંજલી આપશે. સંગીતના ક્ષેત્રમાં આ નામની ઓળખ કરી આપવાની કોઈ આવશ્યકતા નથી. શ્રી કે. મહાવીરજી જયપુર ઘરાણાના હતા. ભારતરત્ન શ્રીમતી લતા મંગેશકરે ગાયેલી વિખ્યાત ગઝલ આંખ સે આંખ મિલાતા હૈ કોઈનાં 50 વર્ષની ઉજવણી પણ કરાશે. એમ પદ્મશ્રી પંકજ ઉદાસે જણાવ્યું હતું. તેઓ નામાંકિત ગઝલ ગાયક હોવા સાથે પટુટના પ્રેસિડેન્ટ પણ છે. આ કાજ માટે ટેકો આપનારા બધા કલાકારો, પ્રાયોજકો અને દર્શકોનો હું મન:પૂર્વક આભારી છું.
મને આશા અને વિશ્વાસ છે કે આ વર્ષે પણ શોને અદભુત સફળતા મળશે.સીપીએએ બિન નફો કરતી સંસ્થા છે, જેનું લક્ષ્ય કેન્સરના દર્દીઓ અને તેમની સંભાળ લેનારાને ટેકો આપવાનું છે, જેથી તેઓ તેમનું જીવન પરિપૂર્ણ જીવવાની આશા સાથે તેમની બીમારીનો સામનો કરી શકે અને તેમને તેમની ઓળખ અને આદર મળે તેનું ધ્યાન રાખવાનું પણ છે. 51 વર્ષ પૂર્વે સીપીએએના સ્થાપક ચેરમેન શ્રી વાય કે સપ્રુએ ટોટલ મેનેજમેન્ટ ઓફ કેન્સરની ફિલોસોફી ઓળખી અને વિકસાવી હતી, જેને દુનિયાભરમાં માન્યતા મળી છે.
ખઝાના ગઝલ મહોત્સવ મફતમાં માણવા માટે
- Hungama Music Facebook page and app
- Hungama Play Facebook page and app
- Pankaj Udhas Official Facebook Page
- Pankaj Udhas Youtube channel લોગ ઓન કરવું.