જય વિરાણી, કેશોદ:
કેશોદ તાલુકાનાં અખોદર ગામે પરિવાર સાથે રહેતાં ખેડૂત ખીમાભાઇ વરજાંગભાઇ ધામણચોટીયા ઉ.વ.૫૦નાં કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે ભરતભાઇ દેવાભાઇ કુછડીયા રહે.કસ્તુરબાગ વિસ્તાર જુનાગઢ વાળાંએ વિશ્ર્વાસ ઘાત કરી છેતરપિંડી કરી છે અને જુનાગઢનાં ભરતભાઈ કુછડીયાએ અલગ અલગ સમયે વિશ્વાસમા લઇ ટ્રક વેચવાનો હોય જેથી આપવાના સુથી પેટેના રૂ.૫૦,૦૦૦/- તેમજ ટ્રક વેચાણ લીધેલનું લખાણ કરાવી છેતરપિંડી કરી છે.
સુથી તથા ટ્રકની કિમત બન્ને મળી કિ.રૂ.૬,૦૦,૦૦૦/-વાળો તથા મો.સા. એકસીસ રજી.નં.GJ 11 CG 1151 કિ.રૂ.૪૦,૦૦૦/- વાળી તથા ટ્રેકટર રજી.નંબર GJ 11 CD 4241 કિ.રૂ.૬,૦૦,૦૦૦/- નુ ફરીયાદીના નામનુ આરોપીએ કંપની માથી લઇ લોનના હપ્તા નહિ ભરી તથા સોનાનો હાર આશરે ચાર તોલાનો કિ.રૂ.આ.૧,૦૦,૦૦૦/- નો જે રૂ.૬૦,૦૦૦/- ની અવેજીમા આપેલ જે પરત નહિ આપી તથા બે કોરા ચેક મળી કુલ કિ.રૂ.૧૩,૪૦,૦૦૦/- નો માલ સામાન લઇ જઇ ફરીયાદીને પરત નહી આપી છેતરપીંડી તથા વિશ્વાસધાત કર્યો છે.
આ ગુન્હો કર્યા બાબતની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કેશોદ પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીઆઈ એમ બી ચૌહાણનાં માર્ગદર્શન આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.