જરૂરિયાત મુજબની તમામ ચીજવસ્તુઓની ખરીદી વહેલાસર જેમ પોર્ટલ મારફતે કરવા જણાવ્યું
ભાજપ સરકાર પૂર્વેની તમામ સરકારો બજેટમાં એ વાતનું જ ધ્યાન રાખતા હતા કે બચત મહત્તમ કરવી જોઈએ અને જો બચત યોગ્ય રીતે કરવામાં આવશે તો જ અર્થતંત્ર વિકસિત થઇ શકશે પરંતુ મોદી સરકાર આવ્યા બાદ અર્થતંત્રમાં આ શિલાને બંધ કરી નવો ચીલો ચાતર્યો હતો અને મહત્તમ ખરીદી અને ખર્ચ કરવા પર સરકાર દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો આ મુદ્દા પાછળનું મુખ્ય કારણ એ છે કે જો સરકાર મહત્તમ ખર્ચ કરશે તો બજારમાં રૂપિયો કરતો રહેશે એટલું જ નહીં તો સાથ અર્થતંત્ર પણ પૂર્ણતઃ વેગવંતું બનશે. આગામી 2024 ની લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહત્તમ જ્ઞાન આર્થિક વિકાસ અને અર્થ સ્થિતિને મજબૂત બનાવવા પાછળ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.
આ તકે કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ તમામ મંત્રાલયને તાકીદ કરતાં જણાવ્યું છે કે તેઓ તેમના મંત્રાલયનો ખર્ચ કરવા અંગેનો રિપોર્ટ થયા કરે અને તે અંગેનો યોગ્ય પ્લાન પણ સરકારને વહેલાસર આપે જેથી નજીકના સમયમાં કામગીરી યથાયોગ્ય શરૂ થઈ શકે આગામી દિવસોમાં ત્યોહાર શરુ થઇ રહ્યા છે ત્યારે અર્થતંત્રમાં જો રૂપિયો કરતો હશે તો તેની હકારાત્મક અસર દેશના અર્થતંત્ર ઉપર જોવા મળશે અને લોકોની પણ આર્થિક સ્થિતિ સુધરશે.
બજેટમાં નિર્ધારિત થયેલ આ પ્લાન ને ધ્યાને લઇ હજુ એક પણ મંત્રાલય દ્વારા તેમના મંત્રાલય હસ્તે કરવામાં આવતા ખર્ચની વિગત જાહેર કરવામાં આવી નથી સામે બીજી તરફ જે બ્યૂરોક્રેટ્સ જોવા મળી રહ્યા છે તેમના દ્વારા પણ જે કામગીરી ઝડપભેર થવી જોઈએ તે ન થતા અનેક પ્રશ્નો ઉદભવી થયા છે. અધિકારીઓની લાલિયાવાડી ના પગલે પડતર કામોની યાદી પણ ખૂબ વધુ થઈ છે ત્યારે આગામી સમયમાં પડતર કામો ઝડપભેર પૂર્ણ કરવામાં આવે તો સાત નવા કામ માટેની મંજૂરી ત્વરિત મળી રહે તે માટેના તમામ પગલાઓ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
કેબિનેટ સેક્રેટરી એ તમામ મંત્રાલય અને વધુમાં તાકીદ કરતાં જણાવ્યું હતું કે બજેટમાં જે આવશ્યક ચીજવસ્તુઓ અંગેની જાહેરાત કરવામાં આવી છે તેનું કામ ઝડપથી શરૂ કરવામાં આવે અને સાથોસાથ ત્યાં મંત્રાલય કેટલો ખર્ચ કયા વિભાગમાં કરવાના છે તેનો પ્લાન પણ આપે જે હજુ સુધી કેબિનેટ સેક્રેટરી સુધી પહોંચ્યો નથી વધુમાં તેઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં તમામ મંત્રાલય દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી છે તે સંતોષકારક નથી અને આ અંગેની જાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વરિષ્ઠ અધિકારીઓ સાથેની છેલ્લી બેઠકમાં તમામને તાકીદ કરતાં જણાવ્યું હતું કે દરેક વિભાગ અને દરેક મંત્રાલયએ તેમનો ખર્ચ તથા યોગ્ય રીતે જાહેર કરવાનો રહેશે અને તે અંગેની તમામ કામગીરી ઝડપભેર શરૂ કરવી પડશે જેનું મુખ્ય કારણ એ છે કે આવનારા દિવસો ત્યોહાર ના દિવસો છે ત્યારે જો કામગીરી ઝડપભેર પૂર્ણ થશે તો રૂપિયો અર્થતંત્રમાં દોડતો પાસે અને તેનો સીધો જ લાભ દેશ અને દેશના લોકોને થશે.
બીજી તરફ મિટિંગમાં વડાપ્રધાન મોદી દ્વારા જે મુખ્ય મુદ્દાઓ કરીને જણાવવામાં આવ્યા હતા તેમાં કયા મુદ્દા પર ઝડપે કામ થઈ શકે તે અંગે પણ તમામ પાસે લેખિત પ્લાન્ટ માગવામાં આવ્યો છે સાથોસાથ મંત્રાલય દ્વારા કરવામાં આવતી કામગીરી નો રેગ્યુલર રિપોર્ટ કેબિનેટ સેક્રેટરી ને મળતો રહે તે અંગે પણ તમામને ઝડપભેર તાકીદ કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ કેબિનેટ સેક્રેટરી દ્વારા લેવામાં આવેલા નિર્ણય નું મુખ્ય કારણ એ છે કે તમામ વિગત મંત્રાલય અંગેની મળતી રહે અને તેમાં ઝડપભેર કામગીરી પણ થાય અને જરૂર પડે તો યોગ્ય માર્ગદર્શન આપી છે તે મંત્રાલયની કામગીરીને વધુ સુદ્રઢ બનાવી શકાય વધુમાં કેબિનેટ સેક્રેટરીના જણાવ્યા મુજબ તેમના દ્વારા તમામ મંત્રાલયને તાકીદ કરતાં જણાવ્યું છે કે જે ચીજ વસ્તુઓની ખરીદી કરવાની બાકી છે તે ઝડપથી તમામ મંત્રાલય દ્વારા જેમ પોર્ટલ મારફતે થવી જોઈએ અને જે પડતર મુદ્દાઓ રાખવામાં આવ્યા છે તેને નિકાલ પણ ચાલુ માસના અંત કરવો જોઈએ જેથી કામગીરી ઝડપભેર પૂર્ણ થાય.
કેન્દ્ર સરકાર દ્વારા હાલ જે અર્થવ્યવસ્થા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે કોઈપણ દેશના વિકાસ માટે અર્થવ્યવસ્થા મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે ત્યારે જો આગામી દિવસોમાં ભારત દેશ અર્થતંત્ર ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે તો તેનો સીધો ફાયદો દેશને પહોંચશે હાલ વૈશ્વિક સમુદાય માં ભારત ડેવલોપીંગ ઇકોનોમી તરીકે પોતાનું નામ અને પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરી રહ્યું છે.