સૈન્ય સ્કુલ ધારકોને ૧૬ એકરની જમીન ફાળવવાની સરકારની સંમતિ

દેશની રક્ષા માટે સૈન્યના જવાનો દિવસ રાત બોર્ડર પર સામાન્ય જનતા શાંતિથી નિર્ભય જીવન જીવી શકે માટે ટાઢ કે તડકો અને સમય મર્યાદા જોવા વગર દેશની સુરક્ષા માટે તૈનાત રહેતા હોય છે. પોતાના પરિવારજનોની પણ ચિંતા ટાળી ઘરથી  વિદાય લેતી વખતે તેની પત્ની, બહેન, માતાને કહેતા જાય છે કે દેશ સુરક્ષિત રહેશે તો તમે પણ સુરક્ષિત છો. માટે સરહદ પર મારી વધુ જરુર છે.

હાલ ભારત પોતાની સક્ષમતા વધારવા અને દેશની સુરક્ષાને ઘ્યાનમાં લઇ ગુજરાત સરકારે સૈન્ય સ્કુલોને પ્રોત્સાહન આપવા માટે યોજના બનાવી છે. ઘણાં બાળકો બાળપણથી જ સૈન્યના જવાન બનવાનું લક્ષ્ય ધરાવતા હોય છે. બાળપણ હોવા છતાં તેમનામાં દેશભકિતની પ્રબળ ભાવના સમાયેલી હોય છે અને દેશ માટે કંઇક કરી બતાવવાનો ઉત્સાહ હોય છે. તેવા બાળકો માટે સૈન્ય સ્કુલ બનાવવામાં આવે છે. ભારતભરમાં ઘણી સૈન્ય સ્કુલો છે પરંતુ ગુજરાતમાં તેને વિકસાવવા આ નિર્ણય લેવાયો છે.

આ પ્રકારની સ્કુલોમાં વિઘાર્થીઓને સૈન્યમાં જવાન બનવા માટેની તાલીમ આપવામાં આવે છે. જેમાં શારીરિક તેમજ માનસીક ટ્રેઇનીંગ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જેમની શિક્ષણ પઘ્ધતિ ખુબ જ આકરી હોય છે. ગત બુધવારના રોજ ગુજરાત રાજય કેબીનેટ મંત્રીએ સૈન્ય સ્કુલને પ્રોત્સાહન આપવા માટે અમુક યોજનાની જાહેરાત કરી હતી જેના અંતર્ગત ભુપેન્દ્રસિંંહ ચુડાસમા શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે સૈન્ય સ્કુલોનું નિમાર્ણ કરવા ઇચ્છુકને સરકાર ૧૬ એકટ જમીન પૂરી પાડશે.

જો કોઇ અન્ય વિઘાલયો આ પ્રોજેકટ હેઠળ જોડાવવા માગતા હોય તો તેમને પણ સરકાર તરફથી જમીન ફાળવવામાં આવશે. હાલ સરકાર પી.પી.પી. પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ યોજના હેઠળ અનેક નિર્ણયો લઇ રહ્યું છે. જેની હેઠળ આ યોજનાનું અત્સિત્વ છે. આ સ્કુલોમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓ માટે પણ સરકાર રૂ.૩૦,૦૦૦ વિઘાર્થી દીઠ ફાળવણી કરશે. તો પરિસરના એડમિનિસ્ટ્રેશન માટે ૦.૫ એકર, કલાસરુમ માટે ૧.૫ એકર, તેમજ ર્સ્પોટસ રમત ગમત તેમજ મિલિટ્રી ટ્રેનીંગ માટે ૧૧ તેમજ ર એકર જમીનની ફાળવણી કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.