વિમાક્ષેત્રે પારદર્શક સાથે સમય મર્યાદામાં લાભાર્થીને ચુકવણું કરવામાં આવશે: દિલીપ સંઘાણી
ગુજરાતનાં પૂર્વ કૃષિમંત્રી અને રાજ્યસભાના સાંસદ દિલીપભાઈ સંઘાણીની ઇફકોના ચેરમેનપદે નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય-દેશની અન્ય સંસ્થા સાથે દિલીપભાઈ સંઘાણી વર્ષોથી જોડાયેલા છે. દિલીપભાઈ સંઘાણી અત્યાર સુધી વાઇસ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા હતા. સ્વચ્છ છબી અને સ્પષ્ટ વક્તા તરીકેની દિલીપભાઈની છબી છે.
ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની ઇફ્કો ટોકિયો કંપનીના નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ તકે વીમાક્ષેત્રે પારદર્શકતા સાથે સમય મર્યાદામાં લાભાર્થીઓને ચૂકવણું થાય તે માટે તેની પ્રતિબદ્ધતા પણ દિલીપભાઈ સંઘાણીએ વ્યક્ત કરી હતી.
ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની ઇફ્કો ટોકિયો ઇન્સ્યોરન્સ કંપનીના નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિમણૂક થતાં સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી ફેલાય છે. ચેરમેન સંઘાણીએ કંપનીના નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકેની તેમની નિમણૂક બાદ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, આઝાદી કાળથી જ ગુજરાતે સહકારિતાની આગવી પહેલ કરી છે. ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિ ખૂબ ફૂલી ફાલી છે, જેના કારણે રાજ્યમાં રોજગારીની વધુ તકો ઉપલબ્ધ બની છે. સહકારનું ક્ષેત્ર આજે સમાનતાની સાથે આત્મનિર્ભરતા થકી શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક બન્યું છે.
આ અંગે વધુમાં દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે ઇફકોએ જાપાનની કંપની સાથે એમઓયુ કરી અંદાજે પાંચેક વર્ષ પહેલા વીમા ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. સહકારી ક્ષેત્રએ વીમાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હોય તે કદાચિત આ પ્રથમ ઘટના છે. આ કંપનીના નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકેની નિમણૂક બાદની પ્રાથમિકતા બાબતે દિલીપભાઈ સંઘન જણાવ્યું હતું કે વીમાક્ષેત્રે પારદર્શકતા આવે અને સમય મર્યાદામાં લાભાર્થીઓને ચુકવવાનું થાય એ બાબતને પ્રાધાન્ય આપવામાં આવશે.
ગુજકોમાસોલના ચેરમેન અને સહકારી ક્ષેત્રના અગ્રણી એવા દિલીપભાઈ સંઘાણીની આ નિમણૂકને સહકારી ક્ષેત્રના આગેવાનો સહિતના લોકોએ હર્ષથી વધાવી છે.