ભાજપના શાસકો પ્રજાને લુંટવા નીત નવા કારસા રચી રહ્યા છે: કોંગ્રેસ અગ્રણી રણજીત મૂંધવા સહિતનાનો ઉગ્ર વિરોધ
રાજકોટ મહાનગર પાલિકાના ભાજપ સતાધિશો દ્મરા પ્રજા પર વધુ એક ભાર નાંખી પાર્કિંગના નામે ઉધાડી લુટનુ ષડ્યંત્ર ઘડવાનું આયોજન થઈ રહ્યું છે.જેનો ઉગ્ર વિરોધ કરતા કોંગ્રેસના રણજીત મુંધવા, ભાવેશ પટેલ અને શૈલેષ રુપાપરાએ કર્યો છે. ભાજપના રાજમાં એરપોર્ટ વેચ્યા,રેલ વેચી પાટા વેચ્યા જુની કહેવત પ્રમાણે પ્રજા પાસે રોડ હતા એ વેચો એટલે પ્રજા રોડ ઉપર ગાડી પાર્ક કરવા કયા નદિમા જાવુ.તેઓ સવાલ કર્યો છે.
મહાપાલિકાના ભાજપ શાશકો દ્મરા કાર બાઇક પાર્કિગનો ચાર્જ વસુલવાનો કારસો ઘડાયો છે.જે તદન ગેર વ્યાજબી અને ભોળી પ્રજાના ખીસ્સા ખાલિ કરનારો છે જેને કોંગ્રેસ આગેવાનો તરીકે સખ્ત શબ્દોમા વખોડયો હતો. આવનારા સમય મા આ મનધડત નિર્ણય સામે વાહન મેયર.,કમીશ્ર્નર અને સ્ટે..ચેરમેનના ધર કે ઓફિસ પાસે વાહન પાર્ક કરી વિરોધ નોધાવીશુ અને સવિનય કાનુન ભંગ કરીશુ તેવી પણ ચીમકી આપવામાં આવી છે.
ત્યાર બાદ જે કાયદેસરના પગલા લેવા હોય એ અમને પ્રજા ના હિતમા માન્ય રહેશે તેવું અંતમાં જણાવ્યું છે. લોકો હવે પોતાના ઘર કે દુકાન પાસે વાહનો પાર્ક કરે તો પણ તેઓની પાસેથી પાર્કિંગ ચાર્જ વસુલવાની જે વેતરણ ગોઠવવામાં આવી રહી છે જેની સામે શહેરભરમાં વિરોધ-વંટોળ ફાટી નિકળ્યો છે.