કોવિડ બાદ ગુજરાતમાં સિનેમાઘરો ખુલતાની સાથે ઢોલીવુડે તો માનો સોનેરી પડદે ધૂમ મચાવી દીધી છે. કોરોના કાળના અઘરા સમય બાદ જયારે લોકો હાલ ઘરે બેસી OTT પર ફિલ્મ્સ અને વેબ સિરીઝ જોઈ આનંદ માણતા હોય છે ત્યારે કોઈ ગુજરાતી ફિલ્મ થિયેટર રિલીઝ કરવી એ સાહસ ભર્યું નિર્ણય છે. ત્યારે આવું જ સાહસિક નિર્ણય રેહાન ચૌધરી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ “ધૂઆંધાર” ફિલ્મની ટીમે લીધો હતો જે ઘણા ખરા અંશે ફળ્યો પણ છે.
ગત 17 સપ્ટેમ્બરના રોજ પાન ઇન્ડિયા કોવીડ બાદ સૌપ્રથમ રિલીઝ થનારી ફિલ્મ એટલે “ધૂઆંધાર” જેને સોનેરી પડદે હાલ 1 મહિનામાં તો ધૂમ મચાવી દીધી છે. ઢોલીવુડમાં એક્શન થ્રિલર ગુજરાતી દર્શકો માટે નવો ફિલ્મી પ્રકાર છે તો 1 મહિના સિનેમાઘરોમાં સફળતાપૂર્વક ચાલી અને લોકોએ આ ફિલ્મને ખુબ જ પ્રેમ આપ્યો છે.
થિયેટરો બાદ હવે આગામી 21 ઓક્ટોબરના ધૂઆંધારનું શેમારું ગુજરાતી પર વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર
ફિલ્મના ડિરેક્શનથી લઇ એક્શન તમામેં માનો દર્શકોનો દિલ જીતી લીધો છે. રેહાન ચૌધરી દ્વારા દિગ્દર્શક, નિર્માતા જિગર ચૌહાણ અને જબરદસ્ત સ્ટાર કાસ્ટ જેવા કે મલ્હાર ઠાકર, હિતેન કુમાર, દીપ ધોળકિયા, નેત્રી ત્રિવેદી, અલીશા પ્રજાપતિ અને ડિમ્પલ બિસ્કિટવાલા. તમામને લોકોએ ખુબ પ્રેમ આપ્યો છે.
ગુજરાતના રહેવાસીઓ સદ્નસીબે આ ફિલ્મ સિનેમાઘરોમાં જોવાની તક નિહાળી શક્યા ત્યારે ગુજરાતની બહાર રહેતા ગુજરાતી લોકોમાં નિરાશા જોવા મળી હતી. આ નિરાશાને ધાયને રાખીને જ હવે 1 મહિના માટે “ધૂઆંધાર” સફળતાપૂર્વક સિનેમાઘરોમાં ચાલ્યા બાદ ફિલ્મ શેમારું ગુજરાતી OTT પર આગામી 21 ઓક્ટોબરે થશે વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર અને વિશ્વના કોઈ પણ ખૂણે બેઠેલો ગુજરાતી આ મનોરંજન અને એક્શન થ્રિલરથી ભરપૂર ફિલ્મ “ધૂઆંધાર”. શેમારું ગુજરાતી એપ પર ગુજરાતી દર્શકો માટે ખુબ સારી ફિલ્મ્સ અને વેબ સિરીઝ ઉપલબ્ધ છે ત્યારે ધૂઆંધાર માનો સોનેરી વધારો કરશે!