વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માંન ધરાવતા ભારતની મોટાભાગની વસ્તી ગ્રામ વિસ્તારોમાં વસે છે જ્યારે ગ્રામ્ય પ્રજામાં 80 ટકાથી વધુ લોકો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ખેતી સાથે સંકળાયેલા અને ખેતી પર જ નિર્ભર હોવાથી ભારતને કૃષિ પ્રધાન દેશ નો દરજ્જો મળ્યો છે, પરંતુ દેશ ની ખેતી સંપૂર્ણપણે વરસાદ આધારિત હોય, વરસાદની અનિયમિતતા અને કુદરતી પ્રતિકૂળ સંજોગોને કારણે દાયકામાં બે-ત્રણવાર અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિની ના કારણે ચોમાસા નો પાક નિષ્ફળ અથવા તો ઓછો થાય છે, ખેતીની આવક અનિશ્ચિત હોવાથી જ ખેતીને ઉદ્યોગનો દરજ્જો આપી શકાતો નથી, ભારતમાં પુષ્કળ પ્રમાણમાં ખેતી લાયક જમીન, કૃષિનો સદીઓ જૂનો અનુભવ અને પૂરતું માનવશ્રમ હોવા છતાં વિશ્વના અન્ય વિકાસશીલ અન્ય દેશોની સરખામણીમાં ભારતના કૃષિ ઉદ્યોગ નો વિકાસ ખૂબ જ ઓછો થઈ રહ્યો છે જોકે હવે ખેતીના વિકાસ માટેના પ્રયત્નો શરૂ થયા છે.
તેના પરિણામો પણ મળી રહ્યા છે, દેશના અર્થતંત્ર અનેખાસ કરીને વિકાસ દર પર કૃષિ ઉત્પાદનો નો પ્રભાવ સવિશેષ રહેલો હોય છે, વિકાસ દર વધારવા માટે કૃષિ પેદાશ અને સારું વર્ષ હોવું જરૂરી બન્યું છે, દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલિયન અમેરિકન ડોલર સુધીનું કદ આપવાના લક્ષ્યાંકને પાર પાડવા માટે ભલે ઔદ્યોગિક વિકાસ અને આત્મનિર્ભર બની નીકાસ ક્ષેત્ર વધારવાની આવશ્યકતા હોય, પરંતુ નીકાસ ક્ષેત્ર અને આત્મનિર્ભરતા માટે કૃષિ, કૃષિકાર અને કૃષિ ઉત્પાદનો ની ઉન્નતિ અનિવાર્ય બની છે ,આ વર્ષે જ વિકાસ દરનો લક્ષ્યાંક ઊંચો રાખવામાં આવ્યો છે.
સાથે સાથે ચોમાસુ પણ સારી રીતે વરસાદ માટે નિમિત બન્યો છે ત્યારે સરકારે ખેડૂતો માટે અનિવાર્ય એવા શિયાળુ મોલાત માટેના રાસાયણિક ખાતરો ખેડૂતોને વ્યાજબી ભાવે મળી રહે તે માટે આ વર્ષે ખાતરોમાં સબસીડી માટે 6000 કરોડ થી પણ વધુજેટલી માતબર રકમ ફાળવી છે, ખેડૂતો માટે પરંતુ જમીન પાણી અને ખાતરની ઉપલબ્ધિ હોય એટલે કઈ જ ન ઘટે, આ વર્ષે ગુજરાતમાં પૂરતો વરસાદ વરસ્યો છે રામ મોલ ની પેદાશ ખેડૂતોના ખલા ભરાઈ જવાના છે હવે સરકારે શિયાળ મોલાત માટે ખાતર પર સબસીડી પેકેજ જાહેર કરીને ખેડૂતોને વધુ સવલત આપી છે ત્યારે આ વર્ષેખેડ ખાતર ને પાણી લાવે સમૃદ્ધિ તાણી ની કહેવત સાર્થક થશે સાથે સાથે વિકાસ દર પણ અપેક્ષા સંતોષ નારુ બની રહે તેવું દેખાઈ રહ્યું છે