કેન્સરગ્રસ્ત અને થેલેસેમિક ચિલ્ડ્રનને મદદ કરવાના ઉદ્ેશ્યથી ખઝાના ધ ફેસ્ટીવલ ઓફ ગઝલનું આયોજન
ઓસમાણ મીર સહિત દેશના પ્રખ્યાત કલાકારોની ઓનલાઇન મ્યુઝિક મહેફિલ યોજાશે
ઓસમાણ મીરનો કંઠ રાષ્ટ્રીય ફલક પર જાણીતો છે. એમણે અનેક ચેરિટી શો પણ કર્યા છે એ પણ નવું નથી છતાં ગૌરવ થાય એવી વાત એ છે કે વધુ એક શો એવો યોજાઇ રહ્યો છે કે જેમાં ઓસમાણ મીર દેશના મોટા કલાકારોની સાથે પરર્ફોમન્સ કરશે.કેન્સર પેશન્ટ એઇડ એસોસિએશન અને પેરેંટ એસોસિએશન ઓફ થેલેસેમિક ચિલ્ડ્રનને મદદ કરવાના ઉદ્ેશ્યથી ખઝાના ધ ફેસ્ટિવલ ઓફ ગઝલનું આયોજન પ્રસિધ્ધ ગાયક પંકજ ઉધાસની યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર કરાયું છે.
તા.22 અને 23 ઓક્ટોબરે સાંજે 7:30 કલાકેથી આ પ્રસારણ થવાનું છે જેમાં પંકજ ઉધાસ, તલત અઝીઝ બંને મોટા ગઝલ ગાયક ઉપરાંત એમની પછીની પેઢીના એવા જ નિવડેલા અને આપણી ગુજરાતની ધરતીના ગાયક ઓસમાણ મીર પણ આ મહેફિલની શાન છે. ખ્યાતનામ ઓસમાણ મીર ગઝલના રત્નો પેશ કરશે.ઓસમાણ મીરે હિન્દી, ઉર્દૂ, ગુજરાતી ગઝલો કમ્પોઝ કરી છે તો ખૂબ સરસ રીતે ગાઇ પણ છે.
ઉર્દૂ ગઝલ ગાયકીનો વિશિષ્ઠ અંદાજ એક અનોખો ભાવ એમની રજૂઆતમાં પ્રગટે છે.આ મહેફિલમાં ઓસમાણ મીરનું હોવું દરેક ગુજરાતી માટે સંગીત પ્રેમી માટે ગૌરવ છે. એમની સાથે અનુપ જલોટા, રેખા ભારદ્વાજ જેવા પ્રસિધ્ધ કલાકારો છે. સૂફી ગાયિકા કવિતા શેઠ પણ છે અને સંજીવની ભેલાંદે પણ છે.
જાણીતા ઉદ્ઘોષકો આ કાર્યક્રમનું સંયોજન કરવાના છે. હંગામા મ્યુઝિક એપ, હંગામા પ્લે એપ, પંકજ ઉધાસના ફેસબુક અને યુ ટ્યુબ પેજ પર એનું જીવંત પ્રસારણ છે. આયોજકોએ દાન માટે પણ અનુરોધ કર્યો છે જેનો ઉપયોગ કેન્સર અને થેલેસેમિયાના દર્દઓ માટે કરવામાં આવશે.