સૌરાષ્ટ્ર-કચ્છમાં નાના-મોટા ભૂકંપના આંચકા સતત અનુભવાઈ રહ્યાં છે. ત્યારે આજે વહેલી સવારથી કચ્છના રાપરમાં 3.7ની તિવ્રતાનો ભૂકંપ આવતા લોકો ઉંઘમાંથી સફાળા જાગી ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર અને રાજકોટમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. ત્યારે આજે સવારે કચ્છના રાપરમાં 3.7ની તિવ્રતાનો ભૂકંપ રાપરથી 32 કિ.મી. દૂર ઈસ્ટ સાઉથ ઈસ્ટ ખાતે કેન્દ્રબિંદુ નોંધાયું હતું.
વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ભવનો માહોલ ફેલાયો છે. જો કે બીજીબાજુ વાત કરીએ તો વૈજ્ઞાનિકોની દ્રષ્ટિ મુજબ 3 કે 4ની તિવ્રતાના ભૂકંપથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. આવા ભૂકંપના આંચકા તો આવ્યા જ કરશે અને આજે સવારે આવેલા ભૂકંપથી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.