નીચા વ્યાજદરો અને છૂટક રોકાણો ભારતીય શેર બજારને નવી ઉંચાઈએ લઈ જશે; ભારતની માર્કેટ કેપ 37% વધી 3.46 ટ્રીલીયન ડોલરે પહોચી

આગામી ટુંક સમયમાં ભારતીય શેર બજાર દૂનિયાના ટોચના પાંચમાર્કેટ વેલ્યુવાળા કલબમાં સામેલ થઈ જશે: લકઝમબર્ગ રિપોર્ટ

કોરોનાની વૈશ્વિક મહામારીની નકારાત્મક અસરો હવે પાછળ છોડી ભારતીય અર્થતંત્ર તો આગળ ધપી જ રહ્યું છે પણ આ સાથે અર્થતંત્રનું બેરોમીટર ગણાતું એવું શેરબજાર પણ હરણફાળ ભરી રહ્યું છે. ભારતનું શેરબજાર બજાર મૂલ્યની દ્રષ્ટિએ બ્રિટનને પાછળ ધકેલી દેવાની તૈયારીમાં છે. આગામી ટૂંક જ સમયમાં ભારતીય ઈક્વિટી માર્કેટ વિશ્વની ટોપ -5 માર્કેટ વેલ્યુ ધરાવતી ક્લબમાં સામેલ જશે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર રેકોર્ડ સ્તરે નીચા વ્યાજ દરો અને છૂટક રોકાણ ભારતના શેરબજારને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને આ પરિબળો આ માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

બ્લૂમબર્ગ અનુસાર, ભારતનું માર્કેટ કેપિટલાઇઝેશન આ વર્ષે 37% વધીને $ 3.46 ટ્રિલિયન થયું છે. તે જ સમયે, બ્રિટનની માર્કેટ કેપ આ વર્ષે 9% વધીને $ 3.59 ટ્રિલિયન સુધી પહોંચી છે. જો આપણે ગૌણ સૂચિઓ અને ડિપોઝિટરી રસીદો જોઈએ, તો આ આંકડો ખૂબ મહત્વના છે. ભારત અને યુકેના બજારની સરખામણી કરવામાં આવે તો ભારત ઘણી રીતે આગળ ધપી રહ્યું છે.

ભારતની ઉચ્ચ વૃદ્ધિ સંભવિત અને સક્રિય ટેકનોલોજી ક્ષેત્રને કારણે દેશમાં સ્ટાર્ટઅપ્સ ઝડપથી વધી રહ્યા છે. બજારને આનો સૌથી મોટો ફાયદો થઈ રહ્યો છે. આ એટલા માટે પણ અગત્યનું છે કારણ કે હાલમાં ચીન તરફથી રોકાણમાં મોટો ઘટાડો થયો છે. તે જ સમયે, બ્રિટન માટે બ્રેક્ઝિટ સંબંધિત બાબત બજારને અસર કરી રહી છે. બ્રિક્સ દેશોમાંથી યુકે અલગ થતા તેના બજાર પર આની નકારાત્મક અસર પડી.

અહેવાલ મુજબ, ભારતીય સ્ટાર્ટઅપ્સ ઝડપથી વિકાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં તેમનું કદ ઘણું મોટું થઈ જશે. અત્યાર સુધી વર્ષ 2021માં, ભારતીય સ્ટાર્ટઅપે IPO દ્વારા 10 અબજ ડોલર એટલે કે 75 હજાર કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ એકત્ર કર્યું છે. એવું માનવામાં આવે છે કે આગામી બે વર્ષ સુધી IPO બજાર આ રીતે ગરમ રહેશે.

આગામી 36 મહિનામાં ઓછામાં ઓછી 150 કંપનીઓ બજારમાં સૂચિબદ્ધ થવાની ધારણા છે. આ કંપનીઓની કુલ માર્કેટ કેપ 400 અબજ ડોલરની નજીક હશે. દેખીતી રીતે, આ બીએસઈના કુલ માર્કેટ કેપમાં મોટો ઉછાળો લાવશે. આમ, આગામી સમયમાં માર્કેટ ગરમ રહેશે અને ટૂંકા એવા ગાળામાં ભારત પણ વિશ્વના ટોચ પાંચ શેર માર્કેટમાં સામેલ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.