સૌરાષ્ટ્રનાં અગ્રીમ ગણાતાં ગોંડલ માર્કેટ યાડઁની તા.13નાં ચુંટણી યોજાનાર છે.ત્યારે રાજકોટ જેતપુર ની માફક ગોંડલ યાડઁ માં પણ પુણઁ બહુમત સાથે ફરી ભગવો લહેરાય તેવાં સમીકરણ સ્પષ્ટ બન્યા છે.
યાડઁની ચુંટણીમાં વેપારી વિભાગના ચાર,ખરીદ વેચાણ સંઘ નાં બે મળી છ ડીરેક્ટરો અગાઉ બીનહરીફ થઇ ચુક્યાં છે.આ તમામ ભાજપ પ્રેરીત ઉમેદવાર હતાં.કોંગ્રેસ નું હજુ ખાતુ પણ ખુલ્યુ નથી.
ગોંડલ યાડઁ પ્રગતીશીલ ગણાય છે.ગુજરાત નાં કુલ 230 માર્કેટ યાડઁ માં આવક ની દ્રષ્ટીએ ગોંડલ યાડઁ બીજા ક્રમ નું ગણાય છે.ખાસ કરીને પાછલાં વર્ષોમાં વિકાસ ની હરણફાળ સતાધીસો માટે પ્લસ પોઈન્ટ છે.ભાજપ મોવડી જયરાજસિંહ જાડેજા નાં સીધાં માગઁ દશઁન હેઠળ ચેરમેન ગોપાલભાઇ શિંગાળા તથાં વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા ની જુગલ જોડી છેલ્લા અઢી વષઁ માં અનેક આયામો રચી યાડઁ ને અવ્વલ નંબર પર પંહોચતું કરવાં માં સફળ રહ્યા છે.મરચાં માટે ગોંડલ ગૃહીણીઓ માં હોટફેવરીટ છે.ત્યાંરે વતઁમાન સતાધીસો દ્વારા રુ.પાંત્રીસ કરોડ નાં ખર્ચે ચોત્રીસ વિઘા જમીન ખરીદી અદ્યતન મસાલા માર્કેટ નું નિર્માણ કરાયું છે.
જમીન સંપાદન કેસ માં રુ.પંદર કરોડ જેવી રકમ ખેડુતો ને ચુકવી આપી પારદશઁક અને મક્કમ વહીવટ નો નજારો દાખવ્યો છે.માર્કેટ ફી વસુલાત મા યાડઁ નાં ઇતિહાસ માં પ્રથમ વાર રુ.22.55 કરોડ ની આવક થવાં પામી છે.વેપારીઓ માટે રેસ્ટ હાઉસ માં નવાં રુમ સાથે સુવિધા માં વધારો,માત્ર રુ.30 માં ખેડૂતો ને ભરપેટ ભોજન માટે નું ભોજનાલય સહીત અનેક દશઁનીય કાર્યો ગોપાલભાઇ શિંગાળા અને કનકસિંહ જાડેજા ની આગવી સુઝ અને મહેનત નું પરીણામ ગણી શકાય ત્યારે તા.13 નાં યોજાનાર ચુંટણી માં ભાજપ સંપુર્ણ બહુમત મેળવી સતા જાળવી રાખે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.