શહેરના વોર્ડ નં.8માં ભાજપના જન સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન
સંગઠનના માધ્યમથી છેવાડાના લોકોને સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો મળશે લાભ: કમલેશ મિરાણી
જનસંપર્ક કાર્યાલયના માધ્યમથી જન-જનના પ્રશ્ર્નોને વાચા મળશે: ગોવિંદભાઈ પટેલ
શહેરના વોર્ડ નં.8 ભાજપ ધ્વારા અમીન માર્ગ, વિદ્યાકુંજ રોડ ખાતે જન સંપર્ક કાર્યાલય નું ઉદઘાટન રાજકોટના પનોતા પુત્ર અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી,ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારધ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, ભાનુબેન બાબરીયા, રાજુભાઈ અઘેરા,ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષ્ાના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, અતુલ પંડિત, પુથ્વીસિંહ વાળા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. આ તકે વિજયભાઈ રૂપાણીનું વોર્ડના કોર્પોરેટરો અશ્ર્વીન પાંભર, બીપીન બેરા, ડો. દર્શનાબેન પંડયા, પ્રીતીબેન દોશી દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું સંચાલન વોર્ડના પ્રભારી નિતીન ભુતએ અને અંતમાં આભારવિધિ અશ્ર્વીન પાંભરે કરેલ હતી.
આ તકે વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટી એ કાર્યર્ક્તા આધારીત પાર્ટી છે, કાર્યર્ક્તાઓ માટે સતા એ સેવાનું માધ્યમ રહયું છે અને ભાજપનો કાર્યર્ક્તા હરહંમેશ લોકોની વચ્ચે રહેતો આવ્યો છે ત્યારે કેન્દ્ર અને રાજય સરકારની અનેકવિધ લોકકલ્યાણકારી અને લોકહીતકારી યોજનાઓ દેશ અને રાજયમાં સૌનો સાથ, સૌનો વિકાસનો મંત્ર મુર્તિમંત્ર થઈ રહયો છે ત્યારે વોર્ડમાં જન સંપર્ક કાર્યાલય કાર્યરત થવાથી વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના કાર્યર્ક્તાઓ વોર્ડના વિકાસકાર્યોને વેગ આપવાની સાથોસાથ લોકહિતના પ્રશ્ર્નોને વાચા આપવા કટીબધ્ધ રહેશે.
આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવેલ કે, જન સંપર્ક કાર્યાલય થકી કેન્દ્ર અને રાજય સરકારની ભાજપા સરકાર ધ્વારા કાર્યરત જનકલ્યાણકારી યોજનાઓના લાભ પ્રત્યેક છેવાડાના માનવી સંગઠનના માધ્યમથી મળશે. ત્યારે સરકારની સમાજલક્ષી સીધી યોજનાઓનો સાચો સેતુ બનનાર કાર્યર્ક્તા વિચારધારા અને સંગઠનનો સાચો રાહબર છે.
આ તકે ગોવિંદભાઈ પટેલે જણાવેલ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ સબ કા સાથ, સબકા વિકાસ, સબ કા વિશ્ર્વાસની મુહીમને ગુજરાતની રાજય સરકાર સફળતાપૂર્વક આગળ વધારી રહી છે દેશ, રાજય અને મહાનગરો, જિલ્લાઓ તથા ગામોમાં અવિરત વિકાસ કાર્યો થઈ રહયા છે ત્યારે જનસંપર્ક કાર્યાલયના માધ્યમથી જન-જનના પ્રશ્ર્નોને વાચા મળશે.
આ તકે વોર્ડ નં.8ના પ્રભારી નિતીન ભુત, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, શહેર ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકીયા, વોર્ડ પ્રમુખ તેજશ જોષી, મહામંત્રી કાથડભાઈ ડાંગર, જયસુખ મારવીયા, શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ કીરણબેન માકડીયા તેમજ સમાજના આગેવાનો પરેશભાઈ ગજેરા, ભાવસિંહભાઈ ડાભી, પી.ટી. જાડેજા, ડો. અતુલ પંડયા, મહેન્દ્રભાઈ ફળદુ, વિમલભાઈ દોશી, મહેન્દ્રભાઈ પાડલીયા, મહેશભાઈ મણીયાર, હિરાભાઈ જોગરાણા, પ્રફુલભાઈ ધામી, ચંદ્રકાન્તભાઈ શેઠ સહીતના ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વોર્ડના કાર્યર્ક્તાઓએ જહેમત ઉઠાવી હતી.