એક્સપ્રેસ હાઈવે પર વાહનો ૧૪૦ ની સ્પીડે ચલાવી શકાશે: સરકારની મંજૂરીની કવાયત
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ધોરીમાર્ગોની સ્પીડ લિમિટ વધારવાના સંકેત આપ્યા ટૂંક સમયમાં જ બિલ મુકાશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગઈકાલે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો ની વધારવાના સંકેત આપ્યા હતા તેમણે જણાવ્યું હતું કે એક્સપ્રેસ હાઈવે પર એક કલાકના ૧૪૦ કિલોમીટરની ગતિ એ વાહન ચલાવી શકાશે તે અંગેનું બિલ ટૂંક સમયમાં જ સંસદમાં રજૂ કરવામાં આવશે
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી એ જણાવ્યું હતું કે ધોરી માર્ગોપર માર્ગ સુરક્ષા અને લઈને ગતિ નિયંત્રણ અભિગમ અપનાવવામાં આવ્યો છે પરંતુ મારું અંગત માનવું છે કે એક્સપ્રેસ હાઈવે પર વાહનોને ૧૪૦કિલોમીટર પ્રતિ કલાકે ચલાવવાની છૂટ મળવી જોઇએ તેમ તેમણે એક સમારોહમાં જણાવ્યું હતું
હાઈવે ની સ્પીડ વધારવા અંગે તેમના નિવેદનમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફોરેન સુધી ગતિ મર્યાદા અને વી માર્ગી અને શહેર નજીકના રસ્તાઓ પર ૮૦ કિલોમીટર અને ૭૫ કિલોમીટરની ઝડપથી વાહન ચલાવવાની મંજૂરી મળવી જોઈએ તેમણે જણાવ્યું હતું ભારતમાં વાહનોની ગતિમર્યાદા ની સમસ્યા એક મોટો પડકાર બની રહ્યો છે.
માર્ગ સુરક્ષા અને અકસ્માત નિવારણ માટે ગતિ મર્યાદા અંગેના કેટલાક નિયમો માં સુપ્રીમ કોર્ટને હાઇકોર્ટના માર્ગદર્શન મુજબ વ્યવસ્થા ગોઠવાઇ હોવાથી આપણે બીજું કંઇ ન કરી શકીએ, હવે આપણા દેશમાં એક્સપ્રેસ હાઈવે કેવી રીતે બની રહ્યા છે કે ચાલુ મુસાફરીમાં પુરપાટ ઝડપે દોડવાની આદે એક કૂતરું પણ આડું ઉતરી શકતું નથી બંને બાજુથી બેરીકેટ અને સુરક્ષાના તમામ પરિમાણો ધરાવતા એક્સપ્રેસ હાઈવે પર ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાકે વાહનો દોડાવવા હવે શક્ય બનશે, લોકતંત્રમાં કl પ્રજાહિતમાં નિયમો બનાવવા અને કાયદાના સુચારુ અર્થઘટન અને નવા નિયમો નો અમલ કરવાનો અધિકાર છે.
ત્યારે ભારતમાં પણ એક્સપ્રેસ હાઈવે પર હવે વાહનો ની સ્પીડ લિમિટ ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી લઈ જવા માટે સરકાર સંસદમાં કાયદો લાવશે એક્સપ્રેસ હાઈવે પર ની સ્પીડ લિમિટ ૧૪૦ કિલોમીટર સુધી કરવાથી મુસાફરીનો સમય ,ઇંધણ ની બચત થી વર્ષે અબજો રૂપિયાનો ફાયદો થશે