શહેરના મુખ્ય પોલીસ મથક ખાતે પ્રાચીન ગરબાનું આયોજન
સીપી મનોજ અગ્રવાલ, જોઈન્ટ સીપી ખુરશીદ અહેમદ, ના.પો.કમિ.પ્રવિણ કુમાર મીણા, ઝોન-1ના પો.કમિ.મનોહરસિંહ જાડેજા, ઝોન-ર મદદનિશ પો.કમિ. ડી.વી.બસીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
રાજકોટ શહેર પોલીસ મુખ્ય મથક ખાતે વર્ષોથી પ્રાચીન ગરબીનુ આયોજન કરવામાં આવતુ હોય આ વર્ષે પણ શહેર પોલીસ મુખ્ય મથક ખાતે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવેલુ છે. આ પ્રસંગે શહેર પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ દ્વારા બાળકી અંબા કે જે હાલ કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ ખાતે આશ્રય લઇ રહેલ હોય તેને યાદ કરવામાં આવેલ હતી.
જેથી પ્રથમ નોરતાના દિવસે બાળકી અંબાને શહેર પોલીસ મુખ્ય મથક અંબાજી મંદિર ખાતે બોલાવવામાં આવેલ. જે પ્રસંગે બાળકી અંબાની દેખભાળ રાખતા કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમના સુપ્રીન્ટેન્ડેન્ટ પ્રભાબેન ભેસદડીયા તથા આયાબેન, શારદાબેન પટેલનાઓ બાળકી અંબા સાથે પધારેલ હોય આ પ્રસંગે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશ્ર્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્ર્નર પ્રવીણકુમાર મીણા ઝોન-1, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા સાહેબ ઝોન-ર, મદદનીશ પોલીસ કમિશ્નર ડી.વી.બસીયા, ક્રાઇમ બ્રાન્ચ પો. ઇન્સ. વી. કે. ગઢવી, એસ.ઓ.જી. પો. ઇન્સ. આર.વાય.રાવલ, રિઝર્વ પો. ઇન્સ. એમ.એ.કોટડીયા નાઓ ઉપસ્થીત રહી બાળકી અંબા સાથે અંબાજી મંદિર ખાતે આરતી કરવામાં આવેલ તેમજ પોલીસ પરિવારની બાળાઓને લાણી આપવામાં આવેલ હતી.
આ પ્રસંગે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જણાવવાયુ શહેરની શાંતી અને સુરક્ષાના દુશ્મનોનો નાશ કરે અને શાંત અને સુરક્ષીત બની રહે તેવી પ્રાર્થના કરવામાં આવેલ છે તેમજ માતાજીના આશીર્વાદથી શહેર કોરોના વાયરસ મહામારી ઉપર અંકુશ રાખી શકાયેલ છે તેમજ ભવિષ્યમાં પણ કોરોના વાયરસ મહામારી સામે સુરક્ષીત રહે તેમજ બાળકી અંબાનુ ભવિષ્ય ઉજ્જવળ બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
શહેર મહિલા સુરક્ષા માટે દુર્ગાશકિત ટીમ સતત પેટ્રોલીંગમાં રહેશે જેથી નવરાત્રી પર્વ પર શાંતિ જળવાઇ રહે અને કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમના સુપ્રીન્ટેન્ડેન્ટ પ્રભાબેન ભેસદડીયાએ આ પ્રસંગે જણાવેલ કે અંબા જે સમગ્ર ગુજરાત તથા ખાસ રાજકોટની લાડકી દિકરી છે અંબા જે અઢી માસ સુધી મોત સામે જજુમી આજ બધાની વચ્ચે છે તેમજ અંબા જે આગામી બે માસમા ઇટલી દતક દિકરી તરીકે જવાની છે અને ત્યાર બાદ તે ઇટલી સીટીઝન બની તેના પેરેન્ટસ સાથે રહેશે તેમજ શહેર પોલીસ દ્વારા દિકરી અંબાને સમયે સમયે દરેક પ્રસંગે ખુબ લાડ મળી રહે છે.