પાકિસ્તાનના હરનેઈમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં 15થી વધારે લોકોના મોત થયા છે. હરનેઈમાં 6.0ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો છે જેથી મોટું નુકસાન થયુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ ભૂકંપ રાત્રે સાડા ત્રણ વાગ્યે આવ્યો હતો. ભૂકંપના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.
મળતી માહિતી મુજબ, ભૂકંપના કારણે મૃત્યુઆંક હજી વધી શકે છે. ભૂકંપના કારણે વીજળી ગુલ થઈ છે. જેથી ઘાયલ થયેલા દર્દીઓની સારવાર મોબાઈલ ટોર્ચથી કરવામાં આવી રહી છે. ભૂકંપની અસર કેટલાક જિલ્લામાં પણ વર્તાઈ છે.
6ની તિવ્રતાના ભૂકંપના કારણે મૃત્યુઆંક હજુ વધી શકે છે: બચાવ અભિયાન શરૂ
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6ની આસપાસની માનવામાં આવી છે અને કંઇક થોડું ગણું નુકસાન થયાની આશંકા સેવવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં આ ભૂકંપ આજ સવારના અંદાજે સાડા ત્રણ કલાકે આવ્યો હતો, જ્યાર બાદ ભારે હડકંપ મચી ગયો હતો. ઘરમાં આરામથી સૂઇ રહેલા લોકોએ આનફાનનમાં બહાર નીકળવાની કોશિશ કરી હતી.
આ સિવાય ભૂકંપથી અનેક મકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. આ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે, હજુ પણ મૃતકોની આંકડો વધી શકે તેવી શક્યતા છે. ભૂકંપના કારણે 20 લોકોનાં મોત થયાં છે. જો કે હાલમાં બચાવ અભિયાન શરૂ છે.