કોંગ્રેસ સહિત અનેક પક્ષના નેતાઓ પિક્ચરમાં આવવા લાગ્યા, ખેડૂત આંદોલનકારીઓ તો સાઈડલાઇન થઈ ગયા: આંદોલનમાં નેતાઓએ ઉડતું તીર લીધું હોય, હવે નવી દિશા કંડારવાના કાવાદાવા
અબતક, નવી દિલ્હી
લખીમપુરમાં કિસાન આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કર્યા બાદ હવે પંજાબનો રાજકિય પ્રશ્ન પણ તેમાં ઉમેરાયો છે. વધુમાં આ આંદોલન હિંસા તરફ વળતા આંદોલનકારી ખેડૂતો પણ મૂંઝાઈ ગયા છે. કારણકે કોંગ્રેસ સહિતના પક્ષના નેતાઓ પિક્ચરમાં આવવા લાગતા ખેડૂત આંદોલનકારીઓ હવે સાઈડલાઇન થવા લાગ્યા છે. ઉપરાંત અનેક નેતાઓએ આંદોલનમાં ઉડતું તીર લીધું હોય હવે તેઓ નવી દિશા કંડારવા માટે કાવાદાવા કરવા લાગ્યા છે.
બીજી તરફ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા મોડી રાત્રે લખીમપુર ખીરીના તિકુનિયા ગામ પહોંચ્યા હતા.અહીં કોંગ્રેસ પ્રતિનિધિમંડળે હિંસામાં માર્યા ગયેલા કિસાનના પરિવારના લોકો સાથે મુલાકાત કરી હતી. રાહુલ અને પ્રિયંકા સૌથી પહેલાં પલિયાના ચૌકાઘાટ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ખેડૂત લવપ્રીતના પરિવાર સાથે મુલાકાત કરી હતી. બંનેએ લવપ્રીતના માતા-પિતાને જોઈને પોતાને ગળે લગાડી દીધા હતા.
જે બાદ કોંગ્રેસનો કાફલો નિઘાસન પહોંચ્યો હતો. રાહુલ અને પ્રિયંકા અહીં પત્રકાર રમન કશ્યપના પરિવારને મળ્યા હતા. કોંગ્રેસ નેતા તે બાદ ધૌરહરાના ગામ રમનદીપ પુરવાના ખેડૂત નક્ષત્ર સિંહના ઘરે ગયા હતા. મળતી માહિતી મુજબ કોંગ્રેસ નેતા આજે બહરાઇચ જવાના છે. જયાં તેઓ દલજીત અને ગુરવિંદરના પરિવારને મળશે. રાહુલ અને પ્રિયંકાની સાથે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને સાંસદ દીપેન્દ્ર હુડા પણ હાજર છે. સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવ પણ આજે લખીમપુર આવવાના છે. આ ઉપરાંત બસપા નેતા સતીશ ચંદ્ર મિશ્ર પણ આજે લખીમપુર આવવાના છે.
સુપ્રીમે સુઓમોટો લીધો: આજની સુનાવણી આંદોલનની દિશા અને દશા નક્કી કરશે
લખીમપુરમાં થયેલી હિંસામાં સુપ્રીમ કોર્ટે સુઓમોટો લીધો છે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્ય કાંત અને હીમા કોહલીની બેંચ આજે આ મામલા પર સુનાવણી કરશે. આ સુનાવણી જ આંદોલનની દશા અને દિશા નક્કી કરશે. કિસાનોનો આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાએ કિસાનોને ગાડીથી કચડીને મારી નાખ્યા, જ્યારે મંત્રીના પુત્રનો દાવો છે કે તે ઘટનાસ્થળ પર હાજર હતો નહીં. ત્યારબાદ ગુસ્સામાં આવેલા કિસાનોએ તોડફોડ અને આગચાંપી કરી હતી. કેન્દ્રીય મંત્રીના ડ્રાઇવર સિવાય ભાજપના 3 કાર્યકર્તાઓની હત્યા કરી દેવામાં આવી હતી. કવરેજ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા એક પત્રકારનું પણ બીજા દિવસે મોત થયું હતું. લખીમપુર ખીરી હિંસા મામલામાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રા અને 15-20 અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એફઆઈઆરમાં લખ્યું છે, 3 ઓક્ટોબર 2021ના કિસાન અને મજૂર કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રા અને નાયબ મુખ્યમંત્રી
કેશવ પ્રસાદ મૌર્ય શાસન ઉત્તર પ્રદેશ વિરુદ્ધ કાળા ઝંડા દેખાડવા માટે મહારાજા અગ્રસેન ઇન્ટર કોલેજ, ક્રીડા સ્થળ, તિકુનિયા ખીરી પર શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યા હતા. ઘટના ત્રણ કલાકની છે. એફઆઈઆરમાં આગળ લખ્યું છે- તે સમયે કેન્દ્રીય ગૃહ મંત્રીના પુત્ર આશીષ ફર્ફ મોનૂ પોતાના ત્રણ-ચાર વાહનો પર સવાર 15-20 અજાણ્યા હથિયારથી લેસ વ્યક્તિઓ સાથે બનવીરપુરથી સભા સ્થળ તરફ તીવ્ર ગતિથી આવ્યા. આશીષ મિશ્રા ઉર્ફે ટોની પોતાની થાર મહિન્દ્રા ગાડીમાં બાડી સીટ પર બેસી ફાયરિંગ કરતા, ભીડને ઉલાળતા આગળ વધ્યા. ફાયરિંગને કારણે કિસાન ગુરવિંદર સિંહ (22 વર્ષ) નું ગોળી લાગવાથી મોત થયું. આશીષની ઝડપી ગતિથી આવતી બે ગાડીઓ નંબર ઞઙ31 અજ 1000 અને ઞઙ32 ઊંખ 0036 તથા અજાણ્યું વાહન અનિયંત્રિત થઈને ખાડામાં પલ્ટી ગઈ જેનાથી અનેક રાહદરી ઈજાગ્રસ્ત થઈ ગયા. આશીષ ફાયરિંગ કરતા શેરડીમાં જઈને છુપાય ગયો, અત્યાર સુધી ચાર કિસાનોના મોત થયા છે.