પૂર્વ મુખ્યમંત્રીની સુવાસ ચારેબાજુ ફેલાય તે માટે ઋણ સ્વીકારનો કાર્યક્રમ-જૈન શ્રેષ્ઠીઓ: તમામ દેરાસરો-ઉપાશ્રયો, વિવિધ સંસ્થા-સંગઠનોના 1000થી વધુનું પ્રતિનિધિમંડળ ઉપસ્થિત રહેશે
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાંચ વર્ષમાં રાજકોટની અનન્ય સેવા કરવાની સાથે જૈનો માટે ખૂબ કાર્યો કર્યા છે. વિજયભાઇએ પાંચ વર્ષ દરમ્યાન રાજકોટના વિકાસમાં કંઇ બાકી રાખ્યું નથી. સંવેદનશીલ અને જીવદયાપ્રેમી વિજયભાઇમાં જ્ઞાતિવાદ જેવુ કઇ છે જ નહિં. ત્યારે વિજયભાઇનું ઋણ ચુકવવા તેમજ તેઓની સુવાસ ચારેબાજુ ફેલાય તે માટેનો શુક્રવારે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આ કાર્યક્રમમાં શહેરના તમામ જિનાલયો, ઉપાશ્રયો, વિવિધ સંસ્થા અને સંગઠનોનું 1000થી વધુ લોકોનું પ્રતિનિધિ મંડળ ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ઉ5સ્થિત રહેશે. વિજયભાઇએ માત્ર જૈન સમાજની જ નહિં છેવાડાના લોકોની સેવા કરી છે.
જીવદયાપ્રેમી વિજયભાઇએ પોતાના કાર્યકાળ દરમિયાન તમામ પાંજરાપોળને પશુદીઠ સબસીડી નક્કી, અબોલ જીવોની સારવાર અર્થે કરૂણા રથનો પ્રારંભ, અન્નપૂર્ણા યોજના, સાધુ-સંતોના વિહારમાં સુરક્ષા રહે તે માટે પગદંડીનું નિર્માણ, પોલીસ સુરક્ષા જેવી અનેક યોજનાઓનો પ્રારંભ કરાવેલો: જૈન શ્રેષ્ઠીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
રાજકોટનાં લોક નેતા અને પ્રજા વત્સલ વિજયભાઇ રૂપાણીએ પોતાના કાર્યકાળ દરમ્યાન સૌરાષ્ટ્રનાં પાટનગર એવા રાજકોટનાં વસતા લોકો માટે અઢળક સુવિધાઓના ભંડાર ખોલ્યા હતા.જેમાં મધ્યમ વર્ગના લોકો માટે આવાસ યોજનાઓનું નિર્માણ, તબિબી ક્ષેત્રે એઇમ્સનું રાજકોટમાં નિર્માણ મુખ્યત્વે રહી છે. સંવેદનશીલ અને જીવદયાપ્રેમી વિજયભાઇ રૂપાણીએ પોતાના કાર્યકાળ દરમ્યાન અબોલ જીવો માટે ગુજરાતની તમામ પાંજરાપોળને પશુ દીઠ સબસીડી નક્કી કરેલ, જીવદયાને ધ્યાને લઇને સમગ્ર ગુજરાતમાં અબોલ જીવોની ઝડપી સારવાર અર્થે કરૂણા રથનો પ્રારંભ કરાવેલ, ગરીબ લોકો માટે અન્નપૂર્ણા યોજના, સાધુ-સંતોના વિહારમાં સુરક્ષા રહે તે માટે પગદંડીનું નિર્માણ ઉપરાંત પોલીસ સુરક્ષા જેવી અનેક યોજનાઓનો પ્રારંભ કરાવેલ.
જૈન સમાજનાં પનોતા પુત્રરત્ન અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ઋણ સ્વીકારનો કાર્યક્રમ રાજકોટ શહેર નાગરિક ઋણ સ્વીકાર સમિતિ દ્વારા શુક્રવાર તા.8/10/2021ના રોજ સાંજે 5:00 થી 7:00 દરમ્યાન પ્રમુખ સ્વામી હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
આ કાર્યક્રમમાં સમસ્ત જૈન સમાજને વિશાળ પ્રમાણમાં ઉ5સ્થિત રહેવા રાજકોટ જૈન સમાજનાં અગ્રણ ચંદ્રકાંતભાઇ શેઠ, પ્રવિણભાઇ કોઠારી, હરેશભાઇ વોરા, જીતુભાઇ દેસાઇ, પંકજભાઇ કોઠારી, ડોલરભાઇ કોઠારી, શીરીષભાઇ બાટવીયા, દિનેશભાઇ દોશી, કિરીટભાઇ શેઠ, અનિષભાઇ વાઘર, જયંતભાઇ મહેતા, કમલેશભાઇ મોદી, મેહુલભાઇ દામાણી, મનીષભાઇ દોશી, ગીરીશભાઇ મહેતા, મનોજ ડેલીવાળા વગેરે અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમ્યાન અપીલ કરી છે.
આ તકે અગ્રણીઓએ જણાવ્યું હતું કે 29 રાજ્યોમાંથી વિજયભાઇ એકમાત્ર જૈન મુખ્યમંત્રી હતા જે આપણું ગૌરવ છે. તેઓએ સમાજનું જીવદયાનું, કરૂણાનું, જૈન સાધુ-સાધ્વીજીનું કોઇપણ કાર્ય હંમેશા કર્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે હજારો વર્ષો પહેલા પણ રાજા-મહારાજાઓના વખતમાં રાજપાટ માટેના સલાહ સુચન જૈનો આપતા એટલે કે જૈનોના હાથમાં જ્યારે શાસન હોય ત્યારે તે સફળતાપૂર્વક જ ચાલે છે એ જ વાત વિજયભાઇએ પણ સાબિત કરી બતાવી. આજે પણ વિજયભાઇનું સમગ્ર જૈન સમાજને સતત માર્ગદર્શન મળી રહે છે. વધુમાં જણાવ્યું હતું કે સવંત્સરીના દિવસે જ વિજયભાઇએ મુખ્યમંત્રી પદેથી હસતા મોઢે રાજીનામું આપી ખરી રીતે પ્રતિક્રમણ કર્યું અને નવકાર મંત્રને ચરિતાર્થ કર્યો. વિજયભાઇ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે રસ્તામાં કોઇ સાધુ-સાધ્વીજીઓ વિહાર કરતા જોવા મળે તો તરત ગાડી રોકાવી ખબર અંતર પૂછતા. ટૂંકમાં વિજયભાઇએ પોતાના કાર્યકાળ દરમ્યાન જૈનત્વને ઝળકાવ્યું છે.
જીવદયાની વાત કરતા જણાવ્યું હતું કે ક્યારેય પણ જીવદયાનું કામ આવી પડે અથવા પાંજરાપોળ-ગૌશાળાને મદદની વાત આવે ત્યારે હંમેશા જૈનો જ આગળ હોય છે. વિજયભાઇએ ગૌ હત્યાના કાયદાનો કડક અમલ કરાવ્યો છે તો ગૌશાળા-પાંજરાપોળને ઘાસચારો મળી રહે તે માટે સબસીડી અપાવી છે.
આગામી દિવસોમાં જૈન સમાજ જીવદયાનું કાર્ય કરી વિજયભાઇનો ઋણ સ્વીકાર કાર્યક્રમ આયોજીત કરશે તેમ પણ જણાવ્યું હતું. રાજકોટ જિલ્લામાં ઘાસચારાની અછત ઉભી થઇ રહી છે તે અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં આશરે 18000 હેક્ટર જમીન ગૌચરની છે જો તેનું સુકાન એટલે કે તેમાંથી ઘાસચારો ઉગાડવાની અને ઘાસચારો પૂરો પાડવાની વ્યવસ્થા મહાજનોને સોંપવામાં આવે તો આ પ્રશ્ર્નોનો કાયમી ઉકેલ આવી શકે. અંતમાં વધુમાં વધુ સમાજના લોકોને ઋણ સ્વીકાર કાર્યક્રમમાં જોડાવવા અનુરોધ કર્યો છે.
વિજયભાઈના ઋણ સ્વીકાર સમારોહમાં બ્રહ્મ સમાજને ઉમટી પડવા પરશુરામ યુવા સંસ્થાની હાકલ
વિજયભાઈના સન્માન સમારંભમાં બ્રહ્મસમાજ પણ જોડાશે. રાજકોટ શહેર નાગરીક ઋણ સ્વીકાર સમિતિના નેજા હેઠળ શુક્રવારે સંવેદનશીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ઋણ સ્વીકાર સમારોહનો તા.8ના પ્રમુખ સ્વામી હોલમાં સાંજે 5 થી 7 યોજવામાં આવ્યો છે. જેમાં પરશુરામ યુવા સંસ્થાન, શ્રી સાસ્વત બ્રાહ્મણ ઉત્કર્ષ સમિતિ સમાજ ટ્રસ્ટ શ્રી સારસ્વતી ઉત્કર્ષ ફાઉન્ડેશન, હેવ વિથ હેપીનેસ એનજીઓ, મોઢ બ્રાહ્મણ સમાજ, બ્રહ્મદેવ સમાજ, આ સાથે પરશુરામ યુવા સંસ્થાનના નીરંજનભાઈ દવે, અંશ ભારદ્વાજ, પંકજભાઈ દવે, કુનાલભાઈ દવે, આદિત્યભાઈ સોનપાલ, અજયભાઈ સાતા, દિપકભાઈ સુકીયા, મનોજભાઈ રાજગોરની યાદીમાં જણાવાયું છે.
જીવદયા ગૃપ-એનિમલ હેલ્પ લાઇન ગૃપ- રાજકોટ મહાજન પાંજરાપોળ વિજયભાઇનું કરશે અભિવાદન
રાજકોટ શહેર નાગરિક ઋણ સ્વીકાર સમિતિ તથા સમગ્ર જીવદયા પ્રેમીઓ શુક્રવારે પ્રમુખ સ્વામી હોલ, અક્ષર મંદિર, કાલાવડ રોડ, ખાતે ગુજરાત અને સમગ્ર વિશ્ર્વના અબોલ જીવો માટે સદા કાર્યરત રાજકોટના પનોતા પુત્ર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા અને તેમનાં ઋણ સ્વીકાર અર્થે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારથી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી થયા હતા ત્યારથી સમગ્ર ગુજરાતના અહિંસા પ્રેમી, જીવદયા પ્રેમી લોકોની અપેક્ષા વધી ગઇ હતી અને પોતાની 5 વર્ષની પણ ઝડપ, નિર્ણયોની દ્રષ્ટિએ 20-20 ઇનીંગમાં વિજયભાઇએ સંતોષવામાં મહદઅંશે સફળ રહ્યાં છે. આ પહેલા ક્યારેય ગુજરાતમાં જીવદયા ક્ષેત્રે આટલા બધા મહત્વનાં નિર્ણયો નથી લેવાયા.
ગુજરાત અને ભારતમાંથી જીવતા પશુઓની ક્રૂર નિકાસ અટકે તે માટે અત્યંત મહત્વનું યોગદાન, ગૌવંશ હત્યા પ્રતિબંધક ધારો અને તેનું સફળ અમલીકરણ, પશુઓની હેરફેર માટે અત્યંત કડક કાયદા અને તેનાથી ગેરકાયદેસર હેરફેર અટકાવવામાં મદદ સફળતા, ઘવાયેલા પશુ-પક્ષીઓની ત્વરીત સારવાર માટે રાજ્યવ્યાપી “કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ પ્રોજેક્ટ” સમગ્ર ભારતમાં સૌ પ્રથમવાર મકર સંક્રાંતિએ ઘવાતા નાના-નાના અબોલ પક્ષીઓના ત્વરીત બચાવ માટે રાજય સ્તરનું ‘કરૂણા અભિયાન’ શરૂ કરાવ્યું, ભારતીય વંશની ઉતમ ઔલાદનાં નંદી મહારાજના સંવર્ધન માટે નંદીઘર યોજના શરૂ કરાઈ,
ખેતરોમાં ભટકતા રોજ અને નીલગાયના બચાવ માટે સુંદર યોજના, અવારનવાર અને જરૂરીયાત મુજબની અબજો રૂપીયાની સબસીડી દુષ્કાળ, અતિવૃષ્ટિ, કોરોના કાળમાં ગૌશાળા, પાંજરાપોળોને અપાઈ 300 કરોડનું પાંજરાપોળ ઈન્ફાસ્ટ્રકચર ફંડ પણ આપ્યું, જીવદયાનું કામ લઈને આવેલા સૌ કોઈપણને, કયારેય પણ તરત મળવાનું, રજૂઆત શાંતીથી અને પૂરતો સમય આપી શકાય અને ત્વરીત પગલાંઓ ભરી પૂર્ણ કરાવવાની, ગાય આધારીત ખેતીને પ્રચંડ મહત્વ, સારી સબસીડીઓ શરૂ કરાવી ગૌ સેવામાં ઉતમ સહયોગ અને આવાં કેટલાંય જીવદયા ગૌસેવા સત્કર્મો કૃષિ યુનિવર્સિટીમાં, વેટરનરી કોલેજોમાં વયોવૃધ્ધ પશુઓ, બીન ઉત્પાદક પશુઓની હરરાજી અટકાવી તેમનાં જીવન માટે સલામત એવી પાંજરાપોળોમાં શિફટ કરવા અંગે માર્ગદર્શન વિજયભાઈએ આપ્યું હતું.
ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં મિતલ ખેતાણી અને રાજેન્દ્રભાઈ શાહ, રાજકોટ મહાજનની પાંજરાપોળનાં મુકેશભાઈ બાટવીયા, બકુલભાઈ રૂપાણી, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનનાં પ્રતિક સંઘાણી, ધીરેન્દ્ર કાનાબાર, સમસ્ત મહાજનનાં યોગેશભાઈ (રાજુભાઈ) શાહ, શ્રીજી ગૌશાળામાં રમેશભાઈ ઠકકર, પ્રભુદાસ તન્ના, કિશાન ગૌશાળાનાં ચંદ્રેશભાઈ પટેલ, અર્હમ ગ્રુપનાં તુષારભાઈ મહેતા, સેતુરભાઈ દેસાઈ, જીવદયા ઘરનાં યશભાઈ શાહ, જીવદયા ગ્રુપના પ્રકાશભાઈ મોદી, અમિતભાઈ દેસાઈ, હેમાબેન મોદી, જય માતાજી અબોલ જીવ સેવા મંડળના ભરતભાઈ બોરડીઆ, હિરેન કામદાર, રમેશભાઈ દોમડીયા, દોલતસિંહ ચૌહાણ, મનુભાઈ બલદેવ, મનુભાઈ પ્રજાપતિ, રાજુભાઇ લાખાણી સહીતનાની ટીમે હાકલ કરી છે.
રાજકોટ શહેર નાગરીક ઋણ સ્વીકાર સમિતી દ્વારા એક જાજરમાન અને ગરીમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિજયભાઈની ગુણાનુવાદ સભા નથી પરંતુ એમની ઋણાનુવાદ સભા છે.
રાજકોટ શહેર નાગરીક ઋણ સ્વીકાર સમિતી (મુકેશભાઈ દોશી, ગુણવંતભાઈ ડેલાવાળા અને સાથી ટીમ) તથા સમગ્ર જીવદયા પ્રેમીઓ દ્વારા પ્રખર જીવદયા પ્રેમી વિજયભાઈ રૂપાણીનાં ઋણ સ્વીકાર સમારોહનાં કાર્યક્રમની વિશેષ વિગતો માટે મિતલ ખેતાણી (મો.98242 21999), પ્રતિક સંઘાણી (મો.99980 30393) પર સંપર્ક કરવા સૌ જીવદયા પ્રેમીઓને જણાવાયું છે.
કોઇ સમાજ વિજયભાઇ રૂપાણીથી કયારેય નારાજ હોય જ નહીં: પરેશભાઇ ગજેરા
વિજયભાઇ રૂપાણી હંમેશા અજાગશત્રુ હોઇને એકપણ સમાજ તેમનાથી નારાજ ન હોઇ શકે એવું સમસ્ત પટેલ સમાજના અગ્રણી પરેશભાઇ ગજેરાએ જણાવ્યું, તેમણે વિજયભાઇના ઋણ સ્વીકાર સમારોમાં સમાજને ઉમટી પડયા તેમણે હાંકલ કરી છે.
રાજકોટવાસીઓને અપાર સ્નેહ આપનાર અને રાજકોટનો ચોતરફ વિકાસ કરનાર આપણા સહુનાં લાડીલ એવા ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રીએ માત્ર શહેરીજનો જ નહીં પરંતુ કૃષિ ક્ષેત્રે પણ અનેક લાભ ખેડૂતોને આપ્યા છે. ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ તાત્કાલીકના ધોરણે અમલ કરાવી જે ખુબ જ સરાહનીય બાબત છે. રાજકોટને આંતર રાષ્ઠ્રીય એરપોર્ટ આપી પટેલ સમાજના બિઝનેશમેનોને ખુબ ઉપયોગી બની રહેશે. રાજકોટની વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે અનેક રાજમાર્ગો ઉપર ઓવરબ્રીજનું નિર્માણનો પ્રારંભ કરાવ્યો છે. વિજયભાઇ રૂપાણીની સૌની યોજનાથી ખેડૂતો સમયસર પાણી વિતરણથી ખેતી પાકને ખુબ જ ફાયદો થયેલ જે નોંધનીય બાબત છે. ખેતી વાડીની જમીનને લગતા સરકારી કામોમાં સુધારા કરી અને સરળ પ્રકિયાનો અમલ કરાવેલ, રાજકોટવાસીઓના હ્રદયમાં વિજયભાઇનું એક અલગ જ સ્થાન છે ત્યારે આ સમારોહમાં તેમને રાજકોટ માટે કરેલ કાર્યોનું ઋણ સ્વિકાર થશે.
આવા આપણા પોતીકા અને ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ઋણ સ્વીકારનો કાર્યક્રમ રાજકોટ શહેર નાગરીક ઋણ સ્વીકાર સમીતી દ્વારા શુક્રવાર તા.8 ના રોજ સાંજે પ થી 7 દરમિયાન પ્રમુખ સ્વામી હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
આ કાર્યક્રમમાં સમસ્ત પટેલ સમાજને વિશાળ પ્રમાણમાં ઉ5સ્થિત રહેવા રાજકોટ પટેલ સમાજનાં અગ્રણીઓએ ખાસ અનુરોધ કર્યો છે.
‘અબતક’ ની મુલાકાત વખતે પરેશભાઇ ગજેરા, ભુપતભાઇ બોદર, વલ્લભભાઇ સતાણી, કુમનભાઇ વરસાણી, ઝવેરભાઇ બુધેલીયા, જયંતિભાઇ સરધારા, અમૃતભાઇ ગઢીયા, કેયુર ઢોલરીયા, મહેશભાઇ આસોદરિયા, નીલેશ ખુંટ, રમેશભાઇ ઉ5સ્થિત રહ્યા હતા.
જૈન સમાજનું ગૌરવ અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઇના ઋણ સ્વીકારનો અનોખો અવસર
કચ્છના તૃણા બંદરેથી લગભગ 40 વર્ષો થયા દર વર્ષે લાખો જીવતાં પશુઓની નિકાસ ખાડીના દેશોમાં થતી હતી તે બંધ કરાવવામાં મહત્વનું યોગદાન
સંસ્થા દ્વારા સરકારની કૃષિ યુનિવસિટી અને વેટરનરી કોલેજો દ્વારા થઇ રહેલી બિન ઉપયોગી ગૌમાતા, ભેસ, પાડા, ઘેટા બકરા વિગેરે પશુઓ અને મરઘાંઓની હરરાજી રજુઆત સમયે જ તાત્કાલીક નિર્ણય લઇ બંધ કરાવી, હજારો જીવોને અભયદાન અપાયું.
રાજયના તમામ બિમાર નિરાધાર પશુ-પક્ષીઓને સારવાર મળે એ માટે લોકો માટે 108 ની જેમ જ 1962 નંબરથી એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરી સમગ્ર દેશને એક કરુણાનો રાહ બતાવ્યો,
મકર સંક્રાંતિ પર્વ દરમ્યાન કરુણા અભિયાન પખવાડીયુ ઉજવી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે ખાસ આયોજન ગોઠવ્યું.દુષ્કાઇ સમયમાં બનાસકાંઠા અને રાજયના તમામ દુષ્કાળ પીડીત પશુઓ માટે વખતો વખત ઉદાર સબસીડીની સહાય,
ગૌવંશની હત્યા કરનારને સખ્ત જેલ સજા અને દંડ માટે કાયદો પસાર કર્યો, પાંજરાપોળ – ગૌશાળાને સહાય કરવા માટેની ખાસ યોજનાઓ બનાવી તેઓના ધાર્મિક સંસ્કારો થકી જીવદયા માટેના અનેકવિધ કાર્યો તેમજ સમાજસેવાના પણ અનેક કાર્યોમાં સહાયરુપ થયા તે માટે ખુબ ખુબ અભિનંદન સહ ધન્યવાદ પાઠવીએ છીએ. તેમ જીદયા ઘરના રાજેન્દ્ર શાહ, વસંતલાલ દોશી, રાજેન્દ્ર શાહ, ચંદ્રેશ અજમેરા સહીત ટ્રસ્ટીઓ ની એક યાદીમાં જણાવ્યું છે.
રાજકોટ ચેમ્બર તથા તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો રૂપાણીનો ઋણ સ્વીકાર કરશે
વેપારીઓ-ઉદ્યોગકારોને મોટી સંખ્યામાં જોડાવા અપીલ
ગુજરાત રાજયના સતત પાંચ વર્ષ તરીકે વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે નિભાવેલ નૈતિક જવાબદારી તેમજ રાજયના વિકાસ માટે કરાયેલ વિવિધ સફળ કામગીરીના ઋણ સ્વિકાર માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા રાજકોટ એન્જિનિયરીંગ એસોસીએશન , શાપર – વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન , જીઆઈડીસી લોધિકા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન , આજી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસોસીઅશેન , હડમતાળા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન , લોઠડા પિપલાણા પડવલા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તા .8 શુક્રવારના રોજ , સાંજના 5 થી 7 , સ્વામીનારાયણ મંદિર , રાજકોટ ખાતે ઋણ સ્વિકાર કાર્યક્રમનું આયોજન ક2વામાં આવ્યું છે .
ગુજરાત રાજયના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન વિજયભાઈ રૂપાણીએ એક કોમન મેનનું બિરૂદ મેળવી રાજયની તમામ પ્રજાઓ માટે સંવેદનશીલતા દાખવી અનેકવિધ લાભદાયી યોજનાઓ આપી છે . તેમજ કો 2ોના જેવી વૈશ્વીક મહામારીને કાબૂમાં લેવા માટે રાજયની પ્રજા માટે સુખાકારી અને સલામતી માટે ઝડપી નિર્ણયો લીધા છે જે આવકારદાયક છે અને આજે સમગ્ર દેશમાં બીજા રાજયો કરતા ગુજરાતમાં કોરોના નહિવત થઈ ગયેલ છે . તેમની આગવી સુઝ , કુશળતા અને ઝડપી નિર્ણયો થકી સમગ્ર દેશમાં આજે ગુજરાત પોતાની વિકાસની હરણફાળ ભરી નંબર વન રાજય બન્યું છે
આ પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન વેપાર – ઉદ્યોગના વિકાસ અર્થે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કરાયેલ વિવિધ રજુઆતો જેમાં રાજકોટ ખાતે નવી ખિરસરા જીઆઈડીસીમાં પ્લોટ હોલ્ડરોને જમીન સમથળ કરી આપવી , કુવાડવા જીઆઈડીસીના પ્લોટ હોલ્ડરોને રાજકોટ અમદાવાદ 6 લેન પ્રોજેકટના કારણે કપાત થયેલ જમીનનું વળતર પરત આપવું , કોરોના મહામારીમાં રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતા ઔધોગીક એકમો તાત્કાલીક શરૂ કરવા , રાજકોટને નવું ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રિય એરપોર્ટ ફાળવવું , એઈમ્સની ફાળવણી ક 2 વી , વિવિધ ફલાય ઓવર અને અન્ડરબ્રીજ , હેન અને સીકસલેન રોડ , જેવી અનેક માંગણીઓને સ્વીકારી ખુબ જ સાથ અને સહકાર આપ્યો છે જે કદીયે ભૂલી શકાય તેમ નથી . જેને સમગ્ર વેપારી આલમ આવકારે છે
રાજકોટના પનોતા પુત્ર હોવાથી વિજયભાઇ રૂપાણી થકી રાજકોટ સૌરાષ્ટ્રનું ગ્રોથ એન્જીન બન્યું છે અને રાજકોટના વિકાસને ચાર ચાંદ લગાડયા છે. આ સર્વાગી વિકાસ કાર્યો બદલ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસો.ના સંયુકત ઉપક્રમે વિજયભાઇ રૂપાણીના ઋણ સ્વીકાર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
‘અબતક’ ની મુલાકાત વખતે કિશોરભાઇ રૂપાપરા, નીલેશભાઇ ભાલાણી, યશ રાઠોડ, રમેશભાઇ ટીલારા, નરેન્દ્રસિંહ જાડેજા, નરેશભાઇ શેઠ, રમેશભાઇ પાંભર, જયંતિભાઇ સરધારા વગેરે જોડાયા હતા.
રાજકોટમાં વિજયભાઇ રૂપાણીએ કરેલા વિકાસ કાર્યોને વાગોળતા કોળી સમાજના હોદેદારો
રાજકોટ હોય કે ગુજરાત દરેક સમાજને સાથે લઇને ચાલનારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના વિકાસ કામોને લઇને અમુલ્ય ભેટ આપેલી છે. જેમાં રેષકોર્સ ર, અટલ સરોવર, ફાટક મુકત કરવાની પહેલ, જેમાં કે.કે.વી. ચોક ફલાય ઓવરબ્રીજ, માધાપર ચોકડી બ્રીજ, ટ્રાફીકથી ભરપુર સીવીલ હોસ્ટિપલ થ્રી ફલાય ઓવરબ્રીજ, રાજકોટ તથા સૌરાષ્ટ્રને આરોગ્યની ભરપુર સેવા મળે તે માટે એઇમ્સ હોસ્પિટલ, રાજકોટ માટે કાયમી પાણીનો પ્રશ્ર્ન હલ, ઉપરાંત સૌરાષ્ટ્રને મહત્વનું ઇન્ટરનેશનલ એરપોર્ટ, નવુ બસ પોર્ટ આવા અગણિત વિકાસના કામોને લઇને રાજકોટની પ્રજા તેમજ સમસ્ત કોળી સમાજ સદાને માટે ઋણી રહેશે.
આ ઋણ સ્વીકાર કાર્યક્રમનો આભાર વ્યકત કરતા સમસ્ત કોળી સમાજના આગેવાનો રમેશભાઇ પરમાર, બાબુભાઇ ઉઘરેજા, મનસુખભાઇ જાદવ, કાનાભાઇ ઉઘરેજા, સોમાભાઇ ભાલિયા, રવિભાઇ હમીરપરા, પાંચાભાઇ વજકાણી, ભીખુભાઇ ડાભી, કાનાભાઇ ડડૈયા, બચુભાઇ તલસાણીયા, જેન્તીભાઇ બોરીચા, ભરતભાઇ ભખોડીયા, મગનભાઇ સાકરીયા ઉ5સ્થિત રહ્યા હતા.
વિજયભાઇ રૂપાણીના ઋણ સ્વીકાર કાર્યક્રમને આવકારી ઋણ ચૂકવવાનો અમૂલ્ય અવસર: બ્રહ્મસેના
ગુજરાત રાજ્યના કર્મનિષ્ઠ, પ્રજા વત્સલ્ય, જાગૃત પ્રહરી લડાયક લડવૈયા સૌના હૃદ્યે બિરાજમાન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ઋણ સદા રહેશે ત્યારે રાજકોટ ખાતે ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરનાર નાગરિક સમિતિને સલામ છે. આવું આયોજન કરી સામાજીક સંસ્થાઓ, સમાજોને હૃદ્યપૂર્વક આભાર વંદન કરવાનો અવસર મળ્યો છે.
બ્રહ્મસેના દ્વારા વિજયભાઇ રૂપાણીના કાર્યકાળમાં અનેક પ્રશ્ર્નોની રજૂઆત કરાયેલ અનામત આંદોલનથી શરૂ થયેલો કાર્યકાળ લવજેહાદ સુધી અનેક પ્રજાના પ્રશ્નોના નિવારવા નિર્ણયો ખરેખર વંદનીય છે. લોકડાઉન સમયમાં બ્રહ્મસેના દ્વારા એપીએલ-1ના પરિવારો માટે વિનામૂલ્યે અનાજ વિતરણની રજૂઆતને પ્રાધાન્ય આપી હજારો પરિવારોનો જરૂરીયાતને પુરી કરેલ. તેમના ત્યાગના સંસ્કારો ખરેખર વંદનીય છે. તેમ બ્રહ્મસેના અધ્યક્ષ જગદીશ રાવલની યાદી જણાવે છે.