પેટ્રોલ અને ડીઝલની સતત વધી રહેલી કિંમતો વચ્ચે વાહન ચાલકોને સીએનજીના ભાવ વધારાનો ડામ
ગુજરાતમાં સીએનજીની કિંમતોમાં ગત સપ્તાહે કરવામાં આવેલો ભાવ વધારો આજથી રાજકોટ શહેરમાં તમામ પેટ્રોલપંપના સંચાલકોએ લાગુ કરી દીધો છે. શહેરમાં પ્રતિ કિલો સીએનજીનો નવો ભાવ રૂા.58.10 છે.
પેટ્રોલ અને ડિઝલની સતત વધી રહેલી કિંમતો વચ્ચે આજથી ઝીંકવામાં આવેલા સીએનજીના ભાવ વધારાથી વાહન ચાલકોની રાડ બોલી જવા પામી છે.
લાગલગાટ ત્રણ દિવસ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધ્યા બાદ ગઈકાલે થોડી રાહત રહેવા પામી હતી.
આજે ફરી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો થયો છે. દરમિયાન ગત સપ્તાહે રાજ્ય સરકારે દ્વારા સીએનજીની કિંમતમાં પ્રતિ કિલો રૂા.2.56નો વધારો ઝીંકવામાં આવ્યો હતો જેની અમલવારી આજ સુધી રાજકોટ શહેરમાં સીએનજી પંપ ધરાવતા સંચાલકો દ્વારા કરવામાં આવી નહોતી. દરમિયાન આજથી સીએનજીનો ભાવ વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે.
અગાઉ શહેરમાં પ્રતિ કિલો સીએનજીના ભાવ રૂા.54.45 હતા દરમિયાન હવે નવો ભાવ 58.10 રૂપિયા છે. પ્રતિ કિલો રૂા.3.75નો વધારો ઝીંકાયો છે.