ગોંડલ તાલુકાના વાસાવડ ગામે રહેતા અને બાપા સીતારામ નામે હોટેલ ચલાવતા રાજેન્દ્રસિંહ નટુભાઈ જાડેજા (ઉમર વર્ષ 49) ઉપર રવિ મોહનભાઈ મકવાણા તેના પિતા મોહનભાઈ અને બે અન્ય ભાઈઓએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારતા ગંભીર રીતે ઘવાતાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી ગોંડલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આઈપીસી કલમ 324 506 2114 જી પી એક્ટ કલમ 135 ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે રવિ મોહનભાઈ મકવાણા મોટરસાયકલ લઈને હોટલે ધસી આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે તું મારા નાના ભાઈને કેમ ગાળો બોલે છે તું રાવણ છો તેવું કહી ઝઘડો કર્યો હતો અને લોખંડના પાઇપ વડે હૂમલો કરી ઢીકા પાટુ નો માર માર્યો હતો