એભલભાઇ કુવાડીયાની વાડીમાં આવી ચડયો 6 થી 7 ફુટનો અજગર
પડધરીના ખંઢેરી ગામની વાડીએ ગઇકાલે 6 થી 7 ફુટનો અજગર આવી ચડયો હતો. આ અજગર અંદાજે 1ર થી 1પ કિલો વજન ધરાવતો હતો. અજગર જોવા મળતાં જ સ્થાનીકોએ પડધરી ફોરેસ્ટ વિભાગના અધિકારીને જાણ કરતા સમગ્ર ટીમે અજગરનું સફળ રેસ્કયુ કર્યુ હતું.
ગઇકાલે ખંઢેરી ગામે એભલભાઇ પી કુવાડીયાની વાડીએ (ધ ગ્રાંન્ટ મુરલીધર હોટલ) વિશાળ કાય અજગર જોવા મળતા પ્રથમ તો સૌ કોઇ અચંબિત થયા હતા. આશરે 1ર થી 1પ કિલો વજનના અજગરને પકડી પાડવા.
વાડી માલિક સહિત સ્થાનીકો કો લાગ્યા હતા. ત્યારબાદ પડધરી ફોરેસ્ટ વિભાગના અધિકારીને ફોન મારફત જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગના અધિકારી સહિત ટીમ તાત્કાલીક દોડી આવી સફળતાપૂર્વક અજગરને પકડી પાડયો હતો અને સલામત સ્થળે છોડી મુકયો હતો.