મતદાન કાર્યક્રમ અંતર્ગત જણસીઓની આવક પર પ્રતિબંધ
રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીનું આગામી મંગળવારે મતદાન હોય જેથી હરરાજીનું કામકાજ બંધ રહેશે. તેમજ એક દિવસ જણસીઓની આવક પર પ્રતિબંધ મૂકાયો છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-રાજકોટની સામાન્ય ચૂંટણી 2021 કાર્યક્રમ મુજબ તા.5-10-2021ના રોજ મતદાન યોજવામાંવેલ હોય જેથી તા.5ના રોજ મુખ્ય યાર્ડમાં હરરાજીનું કામકાજ બંધ રહેશે તેમજ ધંધા રોજગાર બંધ રાખવાના રહેશે.
આ ઉપરાંત તા.4.10ને સોમવારના સવારના 8 વાગ્યાથી તા.5.10 મંગળવાર સાંજના આઠ વાગ્યા સુધી તમામ પ્રકારની જણસીઓની આવકોને માર્કેટ યાર્ડના પ્રવેશ આપવામા આવશે નહિ. જેની સંબંધકતાઓને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.