રાજકોટ શહેરની એક વૈભવી હોટેલમાં યુવતીનો ન્યૂડ વીડિયો વાયરલ થતા શહેરભરમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા 3 દિવસથી શહેરભરમાં આ વાયરલ થયેલ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સમગ્ર મામલે પોલીસ પ્રશાસન તરફથી પણ ખાનગી રાહે તપાસ કરવામાં આવી રહી છે. આજરોજ રાજકોટ પોલીસે આ અંગે પત્રકાર પરિષદ યોજી મામલાની તપાસ અંગે વિગતો બહાર પાડી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ફરી એક વખત આ નામાંકિત હોટલ ચર્ચામાં છે. વાયરલ થયેલો વીડિયો હોટલની સામેની બાજુથી શૂટ કરવામાં આવ્યો છે. જેમાં હોટલની અંદર કોઈ યુવતી નગ્ન હાલતમાં ડાન્સ કરી રહી હોવાનું નજરે પડ્યું હતું. હોટલના રૂમમાં ડાન્સ પાર્ટી અંગેના આ વાયરલ વીડિયો અંગે ડીસીપીઝોન-2 મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સી.પી કચેરી કોન્ફરન્સ હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
આ વાયરલ વીડિયો મુદે સી.પી કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સમાં અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં પોલીસે એક મોટો ખુલાસો કરતા કહ્યું કે આ હોટેલના બે વીડિયો વાયરલ થયા હતા તેમાંનો એક ખોટો હોવાનું સામે આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે હોટેલના એન્ટ્રી-એક્ઝિટ તમામ ગેઈટના CCTV તપાસવામાં આવી રહ્યા છે.
પત્રકાર પરિષદમાં માહિતી આપતા આ નિવેદન DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યું છે. રાજકોટની વૈભવી હોટેલનો વાયરલ વીડિયો ક્યારનો છે ? સોર્સ મામલે ડેટા ફોરેન્સીકમાં મોકલવામાં આવશે ત્યારબાદ જ આ વાયરલ વિડીયોની ખરી ડેટ અને વધુ વિગતો પ્રકાશમાં આવશે. રાજકોટની વૈભવી હોટેલમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હતી કે કેમ ? એ બાબતે પોલીસ તપાસ ચાલુ છે. વીડિયોમાં દેખાયેલ હોટેલનો છઠો માળ હાઈ રેટનો છે, વીડિયોની ડેઈટ ચોક્કસ નથી પોલીસ તપાસ ચાલુ છે તેમ DCP મનોહરસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે.