સામાન્ય રીતે સંગીતની ગાયન અને વાદન કલાને શીખવા માટે કોઈ નિષ્ણાત ગુરુ પાસે જવું પડે છે. પરંતુ એ જાણીને નવાઈ લાગશે કે કોઈપણ માર્ગદર્શન વગર જાતે ઘરે બેઠા પણ વધુ સરળ રીતે શીખી શકાય છે. મતલબ કે આ વિધા હવે ઓનલાઈન સરળતાથી શીખી શકો છો. આ માટે તમને એક એવા ગુરુનો પરિચય કરાવીએ કે જે તમને ઘરે બેઠા જ તમારી મોબાઈલ કે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જ તમને સંગીતનું ઉત્તમ શિક્ષણ આપે તો કેવું ? આવા ઓનલાઈન ગુરુ છે પાલનપુરના સંગીતજ્ઞ મનીષભાઈ રાજ્યગુરુ.
મનીષભાઈ ૪૦ વર્ષોથી સંગીત ક્ષેત્ર જોડાયેલા છે અને તેઓ અલગ-અલગ સ્કૂલોમાં જઈ સંગીતના તાલ સાથે બાળકોને માર્ગદર્શન આપતા રહે છે. બાળકોને સંગીતમાં રુચિ જોઈને મનીષભાઈને એવો વિચાર આવ્યો કે બાળકો જાતે જ સંગીત શીખી શકે તો કેવું રહે ? આ વિચારીને મનીષભાઈ છેલ્લા ૮ વર્ષથી સંગીતનું પ્રશિક્ષણ કેમ વધુ સરળ થઈ શકે અને દરેક લોકો જાતે જ સંગીતનું પ્રક્ષિક્ષણ કરી શકે તે માટે સંશોધન કરી રહ્યા છે. તેમને આના માટે પ્રયત્નો શરુ કર્યા. પહેલા સોફ્ટવેર એન્જિનીયરીંગનો અભ્યાશ કર્યો પછી બાળકોને સંગીત શીખવા શું તકલીફ પડે છે ? તે માટે કાર્ય પ્રેક્ટિકલ વિધાર્થીઓ સાથે કરવું પડે તો જ ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓને સંગીતનું શિક્ષણ ગ્રહણ કરવામાં શું તકલીફ પડે છે તે માટે તેમને ૯ વર્ષ સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવી.
તે દરમ્યાન ઊંડાણથી અભ્યાસ કરીને એક સોફ્ટવેર તૈયાર કરાવડાવ્યું જેના મધ્યમથી સંગીતની બન્ને કલા ગાવા અને વગાડવાની સરળ રીતે જાતે શીખી શકાય છે. જેમાં તમારી સ્ક્રીનપર ગીતના શબ્દો લખેલા આવે છે અને તેની નીચે કીબોર્ડ (કેસીઓ) ની સ્વિચો હશે જેના ઉપર જેતે ગીતના સ્વરો ભારતીય અને અને વેસ્ટર્નમાં આપેલ હશે સાથે તે સ્વરો ઉપર આંગળીઓના નંબર આપેલ છે. આ ગીત જયારે વાગશે ત્યારે ગાયક જે ગાતો હશે અને ત્યારે કીબોર્ડની સ્વિચો પર તે સ્વર પર લાઈટ થતી રહેશે જેને જોઈને વગાડતા પણ ઘરે બેસીને શીખી શકાય છે.
આ પ્રકારનોઆ સંગીત શીખવાનો પ્રોજેક્ટ ભારતમાં પહેલો છે. જેમાં ગાતા અને વગાડતા બન્ને એક જ ફોર્મેટમાં હોય. મનીષભાઈ રાજ્યગુરુના આ પ્રોજેક્ટ દ્વારા બનાસકાંઠાની અનુપમ સ્કૂલોમાં બનાસકાંઠા શિક્ષણ તાલીમ કેન્દ્ર અને બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કાર્ય કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા”યુનિસેફ” ના સહયોગથી છેલ્લા ૨ વર્ષથી અલગ-અલગ પ્રાર્થના, બાલ ગીતો અને શોર્ય ગીતો નો પ્રોજેક્ટ “અનુપમ ગુંજન”ના નામથી શરૂ કરેલ છે. આ પ્રોજેક્ટ દ્વારા છેલ્લા ૨ વર્ષમાં અંદાજે ૩૦૦૦ બાળકો સંગીતના તાલ અને સ્વર સાથે ગીતો ગાવામાં તૈયાર થઈ ગયા છે. જે આ પ્રોજેક્ટની મોટી ઉપલબ્ધી છે. આ અંગે તેમણે માહિતી આપતા જણાવ્યુ કે આ પ્રોજેક્ટને સ્કૂલોમાં શરૂ કરવામાં બનાસકાંઠા જિલ્લા તાલીમ અધિકારી ગણેશભાઈ ચૌધરી અને તેમના સ્ટાફ ગણનો હકારાત્મક પ્રતિસાદ રહ્યો જેના થકી જ આ પ્રોજેક્ટ સ્કૂલોમાં શરૂ થઈ શક્યો છે.
આ સૉફ્ટવેર મારફત કઈ રીતે મેળવશો સંગીત વિધા..?
મનીષભાઈના જણાવ્યા પ્રમાણે દરેક ગીતના ૩વીડિયો હશે. પહેલા વીડિયોને લિસન એટલેકે સાંભળવું જેના વીડિયોમાં સ્કિન પર ગીતોના શબ્દ અને સ્વરો લખેલ હશે. તે સ્ટાર્ટ કરતા જે તે ગીત ગુંજવા લાગશે જેને સાંભળવાનું. આ વીડિયોને ૩થી ૪ વખત સાંભળશો એટલે ગીતનો ધાર અને તેમાં રિધમનું જ્ઞાન આવશે, અને નીચે કીબોર્ડની સ્વિચો પર જે તે ગીતના સ્વરો પર લાઈટ થતી જોઈને કેસીઓ વગાડતા શીખવા વારો તેને ધ્યાન થી જોઈને વગાડતા પણ શીખી શકે. આમ આ લિસન લિસન ટ્રેક દ્વારા ગીત સમજાઇ જાય પછી બીજો ટ્રેક જાતે ગાતા શીખવાનો આવશે. આ ટ્રેકનું નામ સિંગિંગ પ્રેકટીસ ટ્રેક છે. વીડિયોમાં એક લાઈન અમારા સિંગરે ગાયેલ હશે તે સાંભળા પછી તેજ લાઈનનું કરોકે ટ્રેક વાગશે તેની સાથે તમારે તે લાઈન ગાવાની રહે છે. આ રીતે આખા ગીતની એક એક લાઈનને ગાતા શીખડાવશે અને આખું ગીત તમે સરસ રીતે ગાતા શીખી લો ત્યાર પછી આ ગીત આપે ક્યાંય પરફોર્મ કરવું હોય ( ઘરે કોઈ પ્રશંગ ય કોઈ સ્કૂલમાં કે કોઈ સ્ટેજ પોગ્રામમાં) ત્યારે એક ત્રીજો વીડિયો ટ્રેક બનાવેલ છે જેનું નામ પરફોર્મન્સ ટ્રેક છે. તેમાં આ આખા ગીતનો ટ્રેક વાગતો રહેશે સાથે શબ્દ સ્કિન પર આવતા હોય તેની સાથે આપ ગઈ શકશો.