રીલીફનગર હનુમાન મંદિરથી દસ્તાવેજ વિહોણા ૨૦૦૦ લોકો રેલી યોજી કલેકટરને આવેદન સુપ્રત કરશે

મોરબી મચ્છુ હોનારત બાદ આડત્રીસ વર્ષથી દસ્તાવેજ જંખી રહેલા હજારો લોકો આજે દસ્તાવેજ અધિકાર મંચના નેજ હેઠળ વિશાળ રેલી યોજી બહેરી સરકારને ઢંઢોળવા પ્રયાસ કરનાર છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં મચ્છુ હોનારત બાદ સરકારે જમીન ફાળવતા આ જમીન ઉપર સેવાભાવી સંસ્થાઓએ મકાન બનાવી આપ્યા હતા જેના દસ્તાવેજ કરી આપવામાં સરકારી તંત્ર આટલા વર્ષો બાદ નવી જંત્રી મુજબ નાણાં ભરપાઈ કરવાનું દબાણ કરી દસ્તાવેજ ના નામે લોલીપપ આપતું હોવાથી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વર્ષો જૂનો પ્રશ્ન હાથ ઉપર લઇ દસ્તાવેજ અધિકાર મંચની સ્થપના કરી છે અને આજે દસ્તાવેજ વગરની તમામ સોસાયટીના લોકો રિલીફ નગર હનુમાન મંદિરથી રેલી યોજી પોતાની લડતના મંડાણ કરનાર છે.

ઉલ્લેખનીય છે કે રોટરી નઞર ,રીલીફ નઞર, અરુણોદયનઞર, ન્યુ રીલીફ નઞર, જનકલ્યાણનઞર, રામકૂષ્ણનઞર,વધેમાન અને અનંતનગર સોસાયટીના વરસો જુના દસ્તાવેજ મુદ્દે ગ્રાહક સુરક્ષા મંડળના નેજા હેઠળ મિટિંગ મળી હતી જેમાં સેંકડોની સંખ્યામાં દસ્તાવેજ ન ધરાવતા ઉપરોક્ત સોસાયટીના રહીશો હાજર રહ્યા હતા અને દસ્તાવેજ અધિકાર મંચની રચના કરી હતી.

દરમિયાન દસ્તાવેજ અધિકાર મંચની રચના બાદ આજે ૨૦૦૦ લોકો સાથે મળી વિશાળ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવા નક્કી કર્યું હોવાનું લાલજીભાઈ મહેતા અને મહેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.