તંત્ર વરસાદની ટકાવારી કોના લાભમાં જાહેર કરે છે તેવા સવાલ ઉભા થયા
દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો નહિવત વરસાદ તમામ જળાશયો તળિયા ઝાટક છતાં સરકારી તંત્ર નો અનરાધાર આજે 30 સપ્ટેમ્બરે શહેર ના તમામ જળાશયો તળિયા ઝાટક છે તેમ છતાં સિઝન નો 92થી 98 ટકા વરસાદ દેખાડી રહેલ તંત્ર વીમા કંપની ઓના હિત ના ઉતરી રહ્યા નું દેખાઈ છે.
આ વર્ષ નો દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં માત્ર 7 થી 8 જેવો વરસાદ છતાં સર્વત્ર વર્ષા દેખાડતું તંત્ર ત્યારે આ સિઝન નો 92થી 98 ટકા વરસાદ રેકર્ડ ઉપર દેખાડી તંત્ર ને વાસ્તવિકતા થી સંપૂર્ણ અજાણ છે કે કોઈ વીમા કંપની ના હિત માં ? 30 સપ્ટેમ્બર સુધી દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં માત્ર 7 થી 8 જેટલો વરસાદ હોવા છતાં ધોધ માર અનરાધાર કેમ દર્શાવતું હશે?
દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં માત્ર મામુલી વરસાદ થયો છે શહેર ના જય ભુરખિયા સરોવર નં 1 અને 2 સંપૂર્ણ ખાલીખમ સારો વરસાદ હોવા ના તંત્ર અહેવાલો સંપૂર્ણ ગબારો છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં નાના મોટા ખાડા તળાવો ખાલીખમ છે દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં નહિવત વરસાદ થી કોઈ જગ્યા એ ખાડા સરવરો ભરાયા નથી ત્યારે તંત્ર એ આંકડાકીય માયાજાળ રચી સિઝન ના સારા વરસાદ ની ટકાવારી કોના લાભ માં જાહેર કરતું હશે ?