જય વિરાણી, કેશોદ
છેલ્લા 2 દિવસથી સમગ્ર રાજયમાં મેઘરાજાનું અતિહેત વરસી રહ્યું છે. ઠેર ઠેર જળાશયોમાં નવા નીરની ભરપૂર આવક થતાં પીવાના તેમજ સિંચાઇના પાણીની ચિંતા દૂર થઈ છે પણ આ સાથે ખેડૂતોને નુકસાન પણ થયું છે.
તળાવો, ચેકડેમ સરોવરો છ્લકાઈ ઉઠ્યા છે. બુધવારથી જ વરુણદેવે ધમરોળ્યું નાખ્યું છે ત્યારે કેશોદનો ઘેડ પંથક ફરી એક વખત જળબંબાકાર થયો છે.
કેશોદમાં ચોતરફ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. થોડા સમય પહેલાંના પુર કરતાં 1 ફુટ ઊંચો પાણીનો પ્રવાહ દેખાઈ રહ્યો છે. કેશોદ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓઝત અને સાંબલી નદીમા ઘોડા પુર આવ્યું છે. નદીઓ બે કાંઠે થતાં ધેડ પંથકના અનેક ગામેા સંપર્ક વિહોણા બન્યા છે. રસ્તાઓ પર પાણી ભરવાને કારણે વાહન-વ્યવહાર ખોરવાયો છે. અનેક જગ્યાએ વીજળી પાડવાના બનાવો બન્યા છે પરંતુ સદનસીબે જાનહાની થઈ નથી.