દેશ-વિદેશમાં કાનુન વ્યવસ્થા જનહીત, સમાજ અને દેશમાં શાંતિ જળવાઇ રહે તે હેતુથી રચવામાં આવે છે. લોક ઉપયોગી નિયમો બનાવવામાં આવે છે. પરંતુ દુનિયામાં એવા કેટલાંક દેશ છે. જેને એવા કાનુની નિયમો બનાવ્યા છે. જેના વિશે જાણીને સૌ કોઇને આશ્ર્ચર્ય થયા વગર રહેશે નહીં વાત કરીએ એવા જ કેટલાંક દેશ વિશે જેને આ પ્રકારનાં અચરજ પમાડે તેવા નિયમો ઘણા છે. સૌ પ્રથમ વાત કરીએ અમેરિકાની જ્યાં મિનિસોટામાં એક કાનુની નિયમ અનુસાર એક જ દોરી ઉપર એકર વિયર્સ (આંતરવસ્ત્રો) સુકવવાએ એક ગુન્હો છે.
જો એવું કરવામાં આવે તો તેના માટે સજાયણ મુકમલ કરવામાં આવી છે. ઇટલીમાં ન હસવાથી સજા થાય છે…. કહેવાનો મતલબ કે ઇટલીની મિલાન નામની જગ્યા પર લોકોએ હંમેશા હસતુ રહેવાનું એવો નિયમ છે. અને જો કોઇ હસવાથી ચુક્યું છે તો તેને દંડ ચુકવવવાનો વારો આવે છે. હા કોઇ દવાખાના જાય કે સ્મશાન પર જાય તો તે જગ્યાઓને આ નિયમમાંથી છુટ આપવામાં આવી છે. ફ્લોરીડામાં પણ એવો અજીબ કાનુન છે કે ત્યાં કોઇ પણ જાનવરની નકલ કરવી એ ગેરકાનુની છે આ ઉપરાંત અમેરીકાનાં ઓકલાદામાં માં તો કોઇ વ્યક્તિ કુતરાની સામે મોઢુ ચીડવે તો તેને જેલ ભેગો કરવામાં આવે છે. ત્યાર બાદ સિંગાપુરમાં ચ્વીંગમ ખાવી એ જ ગુન્હો છે. ત્યાં કોઇ ચ્વીંગમ ખાઇ નથી. શક્તિ પણ હાં ૨૦૦૪માં આમાં થોડી છુટછાટ આપવામાં આવી છે.