શહેરી વિસ્તારમાં ગેસ વિતરણમાં અદાણીએ પોતાનું નેટવર્ક ગુમાવ્યું.
ગુજરાત રાજ્યમાં અદાણી દ્વારા ગેસ વિતરણ વ્યવસ્થાને લઈ સુપ્રીમ કોર્ટે કંપનીને ફટકો આપ્યો છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા અદાણી વિરુદ્ધ ચુકાદો પણ આપવામાં આવ્યો છે. વડી અદાલતે સાણંદ બાવળા અને ધોળકામાં ગુજરાત ગેસને ગેસ વિતરણ કરવા માટેના હક આપ્યા છે. અદાણી વિરુદ્ધ ચુકાદો આવતા કોર્ટે કંપનીને દસ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે જે રકમ તેજ ભારત સરકારને આપવાની રહેશે. કાળી વિરુદ્ધ જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમાં સાણંદ બાવળા અને ધોળકામાં યોગ્ય રીતે ગેસ વિતરણ ની જવાબદારી ન સ્વીકારવા મુદ્દે કે કંપની વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં અદાણીને ખૂબ જ મોટો ફટકો પડયો છે.
2006માં જ્યારે પીએનજીઆરબી કાયદો લાગુ થયો તે પૂર્વે સરકાર દ્વારા અદાણીને શરતી મંજૂરી આપવામાં આવી હતી. કંપની દ્વારા વર્ષ 2013માં પીએનજીઆરબી કમિટીને રજૂઆત કરી હતી કે તેઓને સમગ્ર અમદાવાદ જિલ્લામાં ગેસ વિતરણ કરવા માટેની પરવાનગી આપે પરંતુ કમિટીએ સાણંદ બાવળા અને ધોળકા ને બાકાત રાખી અન્ય ગામોમાં ગેસ વિતરણ માટેની પરવાનગી આપી હતી. પગલે અદાણીએ આ અંગે કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો પરંતુ સુપ્રીમે તેની ઝાટકણી કરી આ ત્રણ ગામોમાં ગુજરાત ગેસ ગેસ વિતરણ કરવા માટે જણાવ્યું હતું.
હાલની સ્થિતિને જોતા ક્યાંક ને ક્યાંક એ વસ્તુ સામે આવી રહી છે કે અદાણી પોતાનું ગેસ વિતરણ માટેની જે ચીન અથવા તો જે નેટવર્ક સ્થાપિત કર્યું છે તે ધીમે રીતે ગુમાવી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ પણ સામે આવે છે કે શું અદાણીએ પોતાનો પાવર ગુજરાતમાંથી ઘટયો છે કે કેમ? ઉર્જા ક્ષેત્રે અદાણી પણ ભારતભરમા પોતાનું આગવું સ્થાન સ્થાપિત કરવા માટે તમામ પ્રકારનાં પગલાઓ લઇ રહ્યું છે ત્યારે ગુજરાતમાં થી અદાણી પાવર ઘટતા અનેક તર્ક-વિતર્કો સામે આવી રહ્યા છે જે આગામી સમયમાં અનેક પ્રશ્નો ઉભા કરે તો નવાઈ નહીં.