મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને સાથે રાખી ગાંધીનગરથી અમદાવાદ, વડોદરા, રોજકોટ, સુરત, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરો, મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે વિડિયો કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું , અને ૨૦મી ઓક્ટોબર સુધીમાં વરસાદથી નુકસાનગ્રસ્ત થયેલા શહેરી રસ્તાઓની મરમ્મતના કામો યુદ્ધના ધોરણે પૂરાં કરવા તંત્રવાહકોને તાકીદ કરી હતી.મુખ્ય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતમાં સારા રસ્તા, સારી સ્વચ્છતા અને સારી વ્યવસ્થાની જનમાનસમાં આગવી છાપ છે તે સતત જળવાઈ રહે અને લોકોને તેની પ્રત્યક્ષ અનુભૂતિ થાય તે રીતે કાર્ય થવું જોઈએ. માર્ગ મરમ્મતના કામો સમયસર અને ગુણવત્તાયુક્ત પૂર્ણ થાય તે અતિ આવશ્યક છે. ગુણવત્તા પ્રત્યે બેદરકારી દાખવનારા ઈજનેરો- અધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમની સામે યોગ્ય પગલાં લેવાશે, એમ સ્પષ્ટ રીતે જણાવ્તાં મુખ્ય મંત્રીએ મ્યુનિસિપલ નાયબ કમિશનરો, ઉચ્ચ અધિકારીઓેને આવા મરમ્મતના કામોના સ્થળે રૃબરૃ જઈ સતત નિરીક્ષણ કરવા પણ તાકીદ કરી હતી. નુકસાનગ્રસ્ત માર્ગોનું પ્રોયોરિટી લિસ્ટ તૈયાર કરી કામોની પ્રગતિની સમીક્ષા વખતોવખત કરવા અને તેના રોજેરોજના રિપોર્ટ શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ પૂરીને પહોંચતા કરવાની પણ મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી.
Trending
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…